Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ખીસ્ત્રી ગામે ગીરો મુકેલી જમીનના પ્રશ્નનો કોર્ટમાં ૭૦ વર્ષે આવ્યો નિકાલ:એડવોકેટની ચોથી પેઢીએ દલીલ કરી જીત મેળવી

પોરબંદર નજીકના ખીસ્ત્રી ગામે ગીરો મુકેલી જમીન પ્રશ્તે ચાલતા કેશનો ૭૦ વર્ષે ચુકાદે આવ્યો છે. જેમાં દાવો દાખલ કરનારની ચોથી પેઢીના વારસદારોને આ જમીન પ્રાપ્ત કરવાનો હક્ક મળ્યો છે. એડવોકેટની ચોથી પેઢીએ આ કેસ લડી જીત મેળવી છે

ગુજરનાર અરશીન ડોસા અને પાતા ડોસાએ પુંજા માંડણ ની પાસે પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ગામે જુદી જુદી ખેતીની જમીન સંવત ૧૯૧૨, ૧૯૧૪, ૧૯૧૭, ૧૯૨૧, ૧૯૨૫ એમ જુદા જુદા વર્ષોમાં ગીરોથી માંડી આપેલ હતી. અને વિક્રમ સંવત ૧૯૧૫માં ૧૦ વિઘા જેટલી જમીન ઘેલા વસ્તાને ત્યાં ગીરો મુકેલી હતી. તે પણ પુંજા માંડણ દ્વારા ઘેલા વસ્તા પાસેથી ગીરોના હકકો ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. અને અરશી ડોસાના વારસો રણમલ અરશી, હાજા અરશી તથા હરદાસ અરશી દ્વારા ૨૫ કોડી અને ૧૬૦ કોડીમાં પોતાની ખેતીની જમીન ૮૦ વર્ષની બંધણીમાં ગીરો માંડી આપેલી હતી.

અને તેમ તમામ માંડી આપેલી જમીનોની બંધણીની મુદત અલગ અલગ હોય પરંતુ મહત્તમ ૮૦ વર્ષની હોતા અને તેથી ગીરો છોડાવવા માટે ધોરણસરનો રેગ્યુલર દિવાની મુકદમા નંબર ૧૯૧, ૧૯૪૨-૪૩નો દાખલ કરેલો હતો. પરંતુ કોર્ટ દ્વારા ગીરો મુકી આપેલ બંધણીના વર્ષ પુરા થયેલા ન હોય અને તેની દાવો પ્રી મેચ્યોર ઠરાવી રદ કરવામાં આવેલ હતો.અને તે પછી ગુજરનાર અરસી ડોસા તથા પાતા ડોસાના વારસદારો તરફથી વકીલ આણંદજી ગોવિંદજી લાખાણી મારફતે પોરબંદરની સીવીલ કોર્ટમાં ગીરો છોડાવવા માટેનો દાવા નંબર. ૬૯/૧૯૫૧ નો દાખલ કરવામાં આવેલો હતો.

અને આ દાવાના કામમાં કોર્ટ તરફથી પ્રાથમિક હુકમનામું તા. ૨૩/૦૨/૧૯૫૩ના રોજ કરવામાં આવેલું હતું. આ ઠરાવ સામે પોરબંદરની આસી. જજની કોર્ટમાં કુલ ૨ અપીલો વાદી તથા પ્રતિવાદી તરફથી અપીલ નં. ૧૬ તથા ૧૮, ૧૯૫૩ ની દાખલ થયેલી હતી, તે બંન્ને કામોમાં સંયુકત રીતે ઠરાવ તા. ૩૦/૬/ ૧૯૫૪ના રોજ આવેલો હતો અને દાવો ફરીથી નીચેની કોર્ટમાં પાતા ડોસાના વાદીના વારસદારો છે કે કેમ તેટલા પુરતો નવેસરથી પુરાવો લઇ નિર્ણય કરવા માટે રીમાન્ડ કરવામાં આવેલો હતો. આ ઠરાવ સામે જે તે વખતે વાદીઓ તરફથી સૌરાષ્ટ્ર હાઈકોર્ટમાં સેકન્ડ અપીલ અરજી દાખલ કરવામાં આવેલી હતી. જેમાં પોરબંદરની આસી. કોર્ટ દ્વારા આપવામાં આવેલો ઠરાવ કાયમ રાખવામાં આવેલો હતો.

આ સમય દરમ્યાન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા રૂણ રાહત ધારો ૧૯૫૪ નો અમલમાં આવતા અને હાલનો દાવો ગીરો માંડી આપેલી જમીન છોડાવવાનો હોય અને તે કાયદાની કલમ-૪ અન્વયેની અરજી રજુ કરવામાં આવતા અને તેની દાવાનું સમગ્ર રેકર્ડ રૂણ રાહત ધારા નીચે રચાયેલી બોડીને ટ્રાન્સફર કરવામાં આવેલ અને તેના દ્વારા આપેલા ઠરાવ સામે અપીલ નં. ૩૫/૫૮ દાખલ કરવામાં આવેલી હતી, જે અપીલ અરજી ગુજરાત હાઇકોર્ટમાં સિવીલ રીવીઝન એપ્લીકેશન નં. ૬૨૧ તથા ૧૦૨૪ સને ૧૯૬૨ ની દાખલ થયેલી હતી અને તેમાં તા. ૩૦/૬/૧૯૬૬ ના રોજ ઠરાવ આપીને રૂપ રાહત ધારા નીચે રચાયેલી બોડી દ્વારા ફકત ગીરો મુકનાર વ્યકિત જ ગીરો છોડાવવાની કાર્યવાહી કરી શકે અને તેના વારસોને આવી કાર્યવાહી કરવાનો તે કાયદા નીચે કોઈ હકક ન હોય અને તેથી સીવીલ કોર્ટને દાવા નંબર ૬૯/૧૯૫૧ નો ગુણદોષ ઉપર ન્યાયીક નિકાલ કરવો તેવું ઠરાવવામાં આવેલ હતું,

અને તે દરમ્યાન વારસદારોને જોડવામાં આવેલા ન હોય અને તે કારણોસર દાવો કાઢી નાંખવામાં આવતા તે સામે પણ પોરબંદરની આસી. જજની કોર્ટમાં અપીલ અરજી દાખલ કરેલી હતી. અને અપીલ અરજી મંજુર થતા દાવાનો ગુણદોષ ઉપર ઠરાવ આપીને મંજુર કરવામાં આવેલો હતો. જે ઠરાવની સામે પોરબંદરની જિલ્લા અદાલતમાં ગુજરનાર કારા સામતના વારસો વિગેરે કુલ ૨૧ વ્યક્તિઓ તરફથી રે. દિ. અપીલ નં. ૧૫/૨૦૦૩ ની દાખલ કરવામાં આવેલ હતી. અને તે અપીલના કામમાં પોરબંદરના એડી. ડીસ્ટ્રીકટ જજ ભટ સાહેબ દ્વારા તારીખ : ૨૯–૦૯–૨૦૨૨ ના રોજ ઠરાવ આપીને અપીલ અરજી રદ કરવામાં આવેલ છે.

અને નીચેની કોર્ટ દ્વારા દાવા નંબર ૬૯ /૧૯૫૧ ના કામમાં આપેલો ઠરાવ કાયમ રાખેલો હતો આમ, ૭૦ વર્ષ પછી અપીલ અરજી રદ થતાં ગીરો માંડી આપનાર ચોથી પેઢીના વારસદારોને પોરબંદર તાલુકાના ખીસ્ત્રી ગામે જુદીજુદી ગીરોમાં મુકેલી જમીનોને પ્રાપ્ત કરવાનો હકક મળેલો છે.હાલના કેસમાં પક્ષકારોની પણ ચોથી પેઢી એ કાનૂનિ કાર્યવાહી ચાલી રહી છે. અને વકિલ માં પણ ચોથી પેઢી એ ગોવિંદજીભાઇ ડાયાભાઇ લાખાણી, આણંદલાલ ગોવિંદજી લાખાણી, ભોગીલાલ આણંદજી લાખાણી, તથા દિપક્ભાઇ બી. લાખાણી તેમજ ભરતભાઇ બી. લખાણી તેમજ હેમાંગ દિપકભાઇ લાખાણી તેમ પાંચમી પેઢીના વકિલ તરીકે રહેલા છે. અને ગીરો મુકનારની કુલ ૮૦ વર્ષની બંધણી અને તે પછીના ૭૦ વર્ષ જેટલો સમય કાનૂનિ કાર્યવાહીમાં ગીરો મુકેલી જમીન છોડાવવા માટેનો પસાર થયેલો છે.

અને તે રીતે પોરબંદરની જિલ્લા અદાલતની કોર્ટમાં ૭૦ વર્ષ જુના કેસનો નિકાલ થયેલ છે. અને તે રીતે ગીરો મુકનાર પરિવારને પોતાની ગીરોમાં માંડી આપેલી જમીનને છોડાવવા માટેની કાનૂનિ કાર્યવાહી નો ઉપરોકત ચુકાદા દ્વારા “દેર આયે દુરૂસ્ત આવે” તે મુજબ ૭૦ વર્ષે મોડો મોડો પણ ન્યાય મળેલ છે.
આ કામમાં છેલ્લી પાંચ પેઢીથી વકિલાત સાથે સંકળાયેલી પેઢીમાં દાદા આણંદજી ભાઇ એ કરેલો કેસ તેના પૌત્ર દિપકભાઇએ કરેલી હોય તે રીતે વકીલમાં પણ ૩ પેઢી સુધી કેસ ચાલેલો હોય અને તેવુ ભાગ્યે જ બનતુ હોય અને તે રીતે આ કેસના ચુકાદાથી એડવોકેટ પેઢીની નામના પણ વધેલ છે. અને આ કામમાં મૂળ રીસ્પોન્ડન્ટ વતી એટલે કે મુળ જમીન માલીકો વતી એડવોકેટ તરીકે મુળ આણંદલાલ ગોવિંદજી લાખાણી ત્યારબાદ ભોગીલાલ આણંદલાલ લાખાણી અને ત્યાર બાદ દિપક ભોગીભાઇ લાખાણી તેમજ તેમની સાથે ભરતભાઇ ભોગીલાલ લાખાણી તથા હેમાંગભાઇ દિપકભાઇ લાખાણી રોકાયેલા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે