તાજેતર માં બરોડા ખાતે રાયફલ પિસ્તોલ શુટિંગ કોમ્પિટિશન નું આયોજન કરાયું હતું. જેમાં પોરબંદર ના શુટરો એ મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે.
તાજેતરમાં વડોદરા માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ૧૭મી આર,એમ,હલવાઈ મેમોરિયલ રાયફલ – પિસ્તોલ શૂટીંગ કોમ્પિટીશન નું આયોજન થયેલ ,10 મીટર રાયફલ – પિસ્તોલ અને 25 મીટર , 50 મીટર ફાયર આર્મ્સ રાયફલ – પિસ્તોલ શૂટીંગ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત માંથી 480 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ, આ સ્પર્ધામાં પોરબંદર ડિસ્ટ્રિક્ટ રાયફલ શૂટીંગ એસો. ના ખેલાડી રાણા પૃથ્વીરાજસિંહ દિવ્યરાજસિંહ એ 10મીટર પિસ્તોલ શૂટીંગ સ્પર્ધામાં 400 માંથી 348 સ્કોર કરી 11વર્ષની ઉંમરે 18 વર્ષ ની કેટેગી સાથે સ્પર્ધા કરી બ્રોન્ઝ મેડલ મેળવી ખૂબજ સારો સ્કોર કર્યો હતો, જ્યારે ફાયર આર્મ્સ 50મીટર પિસ્તોલ શૂટીંગ માં પરમાર કાર્તિકકુમારે સિલ્વર મેડલ મેળવ્યો , અને ફાયર આર્મ્સ રાયફલ ની 50મીટર ઓપન સાઈટ સ્પર્ધામાં કોચ દિવ્યરાજસિંહ રાણા એ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
કોચ દિવ્યરાજસિંહ રાણા ના માર્ગદર્શન હેઠળ મેળવેલ આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ એડવોકેટ એમ.જી. શિંગરખિયા, ઉપપ્રમુખ ભરતભાઈ લાખાણી (એડવોકેટ) તથા સેક્રેટરી શ્રી એન.જી .જોષી (એડવોકેટ) એ ખેલાડીઓ આગળ વધી આગામી ખેલ મહાકુંભ, યુનિવર્સિટી, અને ઓપન સ્ટેટ , પ્રી-નેશનલ, નેશનલ માં ખેલાડીઓ જિલ્લાનું અને રાજ્યનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવેલ.
