પ્રત્યેક વર્ષ માફક આ વર્ષે પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસ્ટ્રીક્ટ બ્રાંચ પોરબંદર દ્વારા દીપાવલીના પવન પર્વ ની ઉજવણી ભોદ અને ધરમપુરના ખાણ વિસ્તારોમાં જઈ દિવાળીના પાવન તહેવારો નિમિત્તે પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ અને વ્યસનમુક્તિ કાર્યક્રમો યોજી કરવામાં આવી હતી.
પ્રત્યેક વર્ષની માફક આ વર્ષે પણ ભોદ અને ધરમપુરના મળી કુલ 3૪૦ ખાણ મજુરોના કુટુંબોને દરેકને એક કિલોગ્રામ બેસન, ૫૦૦ ગ્રામ રવો, એક કિલોગ્રામ ખાંડ, એક કિલોગ્રામ ગોળ, ૫૦૦ મિલીલીટર તેલ, ૫૦૦ મિલીલીટર વનસ્પતિ ઘીનું વિતરણ થયું, વળી બાળકો માટે બિસ્કીટ્સ પણ ખરા!.
આમ ગરીબ મજુરો સાથે રેડક્રોસ સોસાયટી ડીસ્ટ્રીક્ટ બ્રાંચ પોરબંદરના ચેરમેન ડૉ. સી. જી. જોષી, ઉપપ્રમુખ ત્રીલોક્કુમાર ઠાકર, વાઈસ ચેરપર્સન શાંતિબેન ઓડેદરા, ટ્રેજરર દીપકભાઈ વઢિયા, શ્રીમતિ હંસા જોષી, રામભાઈ ઓડેદરા, જગદીશભાઈ થાનકી, જીગ્નેશ પુરોહિત, જયેન્દ્રભાઈ જોષી, સંજય ખુંટી વગેરેએ સ્થળ પર ઉપસ્થિત રહી શ્રમજીવી ભાઈ બહેનો સાથે ધનતેરસનો આનંદ માણ્યો હતો. નેપથ્યમાં રહી રાજેન્દ્રન નાયરે અમુલ્ય સેવાઓ બજાવી હતી.
હરીશ પ્રાણજીવન થાનકીએ વિનામુલ્યે ટ્રક ફાળવી પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી તથા માલની હેરફેર માટે મજુરો પણ ફાળવ્યા હતા. કોળી સમાજના આગેવાન કિશોરભાઈએ ટ્રક ડ્રાયવર તરીકે સેવા આપી તથા વિતરણ કાર્યમાં જોડાયા હતા.
સૌરાષ્ટ્ર કેમિકલ્સના માઈનીંગ મેનેજર ડી. કે. સીંગની પરવાનગીથી યોજાયેલા આ કાર્યક્રમ પહેલા નીતિનભાઈ આચાર્ય અને મહેશ કામલીયાએ લાભાર્થીઓમાં કુપન વિતરણ કરી દીધેલું જેથી અવ્યવસ્થા વગર કાર્યક્રમનું સુચારુ સંચાલન થઈ શક્યું. માઈનીંગ ઓફીસના સમગ્ર સ્ટાફનો બહોળો સહકાર પ્રાપ્ત થયો હતો.







