પોરબંદર પીજીવીસીએલ દ્વારા બે દિવસ વીજચોરી અંગે મેગા ડ્રાઈવ યોજી ૨૮.૬૮ લાખ ની વીજચોરી ઝડપી લીધી છે.
પોરબંદર પીજીવીસીએલ સર્કલ દ્વારા વીજચોરી ને ડામવા બે દિવસીય ખાસ મેગા ડ્રાઈવ નું આયોજન કરાયું હતું. જેમાં તા ૧૫ ના રોજ પીજીવીસીએલ ની ૨૮ ટીમો એ સ્થાનિક પોલીસ ની ૮ અને એસ આર પી ની ૧૬ ટીમો ને સાથે રાખી ફટાણા,શીંગડા,શીશલી ,નાગકા,રાણપર,ભાવપરા દિગ્વિજય ગઢ,ધરમપુર,વનાણા ,આદીતપરા,મોકર,બાપોદર,ભોદ વિસ્તાર માં વીજચેકિંગ કર્યું હતું જેમાં ૫૮૭ વીજ જોડાણ ચેક કરતા ૬૬ જોડાણ માં વિવિધ ગેરરીતી સામે આવતા રૂ ૧૨.૮૩ લાખ નો દંડ ફટકાર્યો છે.
જયારે તા ૧૬ ના રોજ પીજીવીસીએલ ની ૩૨ ટીમો એ ૧૬ એસ આર પી ટીમ ને સાથે રાખી કુતિયાણા પંથક ના દેવડા ,રામનગર ,ખાગેશ્રી,મરમઠ ,દેશીંગા ,મોડદર ,અમીપુર ,બગસરા,એકલેરા,કોડવાવ ,સમેગા,થાપલા,રેવદ્રા ગામો માં વીજચેકિંગ કરાયું હતું જેમાં ૭૮૫ વીજ જોડાણ ચેક કરતા ૮૧ માં ગેરરીતી સામે આવી હતી. આથી ૧૫.૮૫ લાખ નો દંડ ફટકાર્યો છે.ગેરરીતી માં કેટલાક સ્થળો એ ડાયરેક્ટ લંગર નાખી વીજચોરી કરવામાં આવતી હતી. ઉપરાંત ટેરીફ ચેન્જ,લોડ વધારો, વગર મીટરે વીજ વપરાશ સહિતની ગેરરીતી સામે આવી હતી. ચેકિંગ ના પગલે વીજચોરો માં ફફડાટ જોવા મળે છે. આગામી સમય માં પણ આ રીતે મેગા ડ્રાઈવ નું આયોજન કરવામાં આવશે તેવું અધિકારીઓ એ જણાવ્યું છે.