પોરબંદર જિલ્લા પેન્શનર સમાજની જનરલ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં હાલના હોદેદારો અને કારોબારીને નવી ટર્મ માટે ચાલુ રાખવા નિર્ણય લેવાયો હતો.
પોરબંદર જિલ્લા પેન્શનર સમાજની જનરલ મિટિંગ ખવાસ જ્ઞાતિ ની વાડી ખાતે મળી હતી. આ સભા પેન્શનર મંડળના પૂર્વ પ્રમુખ પરબતભાઈ બી. વાઢેરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં રાજ્યકક્ષા પેન્શનર મંડળ વડોદરાના ટ્રસ્ટી હારિતસિંહ જાડેજા, પોરબંદર જિલ્લા ટ્રેઝરી ઓફિસના અધિકારી જાડેજા, રાણાવાવ પેન્શનર સમાજના પ્રમુખ ઠાકર, મંડળના પૂર્વ પ્રમુખ મણિભાઈ થાનકી, ડો. જનક પંડિત, પ્રો. એમ.એમ. જોશી, વગેરે હાજર રહ્યા હતા. આ સભાને જાડેજાભાઈ, ટ્રેઝરી ઓફિસર, સુંડાવદરાભાઈ તથા હારિતસિંહ જાડેજાએ પ્રસંગને અનુરૂપ સંબોધન કરેલ.
આ મંડળને મજબુત બનાવવા પ્રમુખ પરબતભાઈ મોઢવાડીયાએ અનુરોધ કરેલ. આ સભાના કાર્યક્રમના એનાઉન્સર રાયદેભાઈ મોઢવાડીયાએ કાર્યક્રમનું સફળ અને સરસ સંચાલન કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા પરબતભાઈ મોઢવાડીયા, પ્રમુખ તથા અરવિંદભાઈ ચૌહાણ, મંત્રી પોરબંદર પેન્શનર મંડળ તથા મેરામણભાઈ કારાવદરા, અનિલભાઈ જોશી તથા મહેશચંદ્ર થાનકી તથા સુરેશ પી. પઢિયારે ભારે જહેમત લીધી હતી. આ સભામાં હાલના હોદેદારો તથા કારોબારીને નવી ટર્મ માટે ચાલુ રાખવા તેવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. પ્રમુખ તરીકે પરબતભાઈ મોઢવાડીયા તથા મંત્રી તરીકે અરવિંદભાઈ ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ પરબતભાઈ મોઢવાડીયાએ સભ્યોનો આભાર માન્યો હતો.