Monday, October 14, 2024

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર (ઘેડ )ખાતે પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ દ્વવારા કર્મચારીઓ નો મિલન સમારોહ યોજાયો

પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ દ્વવારા તાજેતર મા માધવપુર ( ઘેડ ) ખાતે કોળી સમાજની વાડી સામે આવેલ બ્રહ્મ સમાજ ના અગ્રણી જગદીશભાઈ પુરોહિત ના નારિયેળી ના બગીચા ખાતે  કોળી સમાજ ના કર્મચારી ભાઈ બહેનો  ના મિલન સમારંભ નુ આયોજન કરવા મા આવેલ હતું જેમાં માધવપુર સહીત ઘેડ પંથકના આસપાસ વિસ્તાર ના કર્મચારી ઓ મોટી સંખ્યા મા જોડાયા હતા.

સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે સમગ્ર જિલ્લામા   મોખરા નુ સ્થાન ધરાવતા પોરબંદર જિલ્લા  કોળી સમાજ કર્મચારી મંડળ દ્વવારા કર્મચારી ભાઈ બહેનો નો  મિલન સમારોહ માધવપુર કોળી  સેવા સમાજના  પ્રમુખ રમેશભાઈ કરગટીયા ના અધ્યક્ષ સ્થાને  યોજાયો હતો.  જેમાં પોરબંદર  જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ રામભાઈ બગીયા, જિલ્લા કોળી સમાજના અગ્રણી લાખાભાઈ મોકરીયા,  વિજયભાઈ  સગારકા, તાલુકા કોળી સમાજ યુવક મંડળ ના પ્રમુખ કાંતિભાઈ કરગટીયા, સમાજરત્ન ડો ઈશ્વરભાઈ ભરડા,  સમાજ શ્રેષ્ટી પરબતભાઈ ધરસંડા, વિજયભાઈ મોકરીયા, વિપુલભાઈ વાજા સહીત ના મહાનુભાવો ઉપસ્થિત  રહ્યા હતા.

પ્રારંભ મા મૂળ માધવપુરશાળા ના શિક્ષક વિજયભાઈ મોકરીયા એ સૌને આવકર્યા હતા માધવપુર શાળાના ટ્રસ્ટી ભરતભાઈ  બારૈયાએ  કર્મચારી દ્વવારા થતા સમાજ ઉત્કર્ષ ની પ્રવૃત્તિ ની વિગતે  છણાવટ કરી  માહિતી આપી હતી. આ પ્રસંગે માધવપુર  કોળી સેવા  સમાજના પ્રમુખ રમેશભાઈ કરગટીયા એ કર્મચારી ભાઈ બહેનો ના મિલન સમારંભ ને આવકારી અભિનંદન આપી  સમાજના દીકરા – દીકરીઓ ને શિક્ષિત અને દીક્ષિત બનાવવા માટે સમૃદ્ધ સમાજ ના નિર્માણ મા  કર્મચારીઓની  ભૂમિકા ચાવી રૂપ ગણાવી હતી.

આ પ્રસંગે પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી ચારી મંડળ ના પ્રમુખ રામભાઈ બગીયા એ જણાવ્યું હતું કે  ગુજરાત  રાજ્ય કોળી સમાજ કર્મચારી મંડળ   ના પ્રમુખ રાજુભાઈ વંશ ના સબળ નેતૃત્વ મા  ગુજરાત ના 33 જિલ્લા ઓમા  અને રાજ્ય ના દરેક તાલુકાઓ મા કર્મચારી મંડળ ની રચના  કરી છે  આ જિલ્લા મા જિલ્લા ના પ્રમુખ તરીકે મારી નિયુક્ત કરી છે  આ મંડળ નો મૂળ ઉદેશ  સામાજિક  – શૈક્ષણિક વિકાસ માટે ગામડે ગામડે સ્પર્ધાત્મક પરીક્ષા માટે સ્ટડી સર્કલ નુ નિર્માણ,  સમાજની વાડી, કારકિર્દી સેમિનાર, પ્રમોશન અને  નવ નિયક્ત ને  બદલી પામેલ  કર્મચારી નુ સન્માન, આર્થિક રીતે  નબળા વિદ્યાર્થી ઓ ને સહયોગી બનવું,  વાલી ઓને બાળકોના અભ્યાસ માટેપ્રોત્સાહિત કરવા અને શિક્ષણ ના ઉત્કર્ષ માટે શહેર મધ્યે  વિદ્યાર્થી ઓ માટે છાત્રાલય નુ  નિર્માણ કરવું નિવૃત કર્મચારી ચારી ના માધ્યમ દ્વવારા   નિઃશુલ્ક કોચીંગ ક્લાસ શરુ કરવા અને લાઈ બ્રેરી ની સુવિધા, સમાજમાં કુરિવાજો – અંધશ્રદ્ધા  અને વ્યસનો મુક્તિ માટે અભિયાન ચલાવવા જેવા સમાજ ઉત્કર્ષ ના કાર્યક્રમો  હાથ ધરવા  સમાજના વિકાસ મા કર્મચારીઓ  સહયોગી બને તે જરૂરી લેખાવી મોટી સંખ્યા મા કર્મચારી ભાઈ બહેનો ઉપસ્થિત  રહેવા  માટે ખુશી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે પોરબંદર તાલુકા યુવક મંડળ ના પ્રમુખ કાંતિભાઈ કરગટીયા એ સમગ્ર ભારત મા 21 કરોડ અને રાજ્યમાં બહોળી સંખ્યા ધરાવતો કોળી સમાજ  પેટા જ્ઞાતિ મા વહેંચાયેલ છે  સમાજને એક તાંતણે બાંધી સંગઠિત કરી  સમૃદ્ધ  સમાજ નુ નિર્માણ કરવા સૌને ઉભા કરી  સંકલ્પ લેવડાવ્યા હતા આ પ્રસંગે  પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન અને જાણીતા કેળવણી કાર ડો ઈશ્વરભાઈ ભરડા એ  સામાજિક, આર્થિક  શૈક્ષણિક ઉત્કર્ષ  માટે કર્મચારી ભાઈ બહેનો નુ સંગઠન જરૂરી  ગણાવી ને સમાજ ને સાચી દિશા બતાવવી એ શિક્ષિતો નુ કર્તવ્ય છે ત્યારે  ફુરસદ ના સમય મા  શિક્ષણ અને સમાજ સુધારણા  માટે આગળ આવવા આહવાન કર્યું હતું.

આ તકે  ઘેડ પંથક સહીત જિલ્લા કોળી સમાજ ના  સામાજિક શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે સક્રિય યોગદાન આપનાર પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ રામભાઈ બગીયા નુ માંગરોળ માળીયા વિસ્તાર ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા ના હસ્તે શાલ ઓઢાડી, પ્રશસ્ય પત્ર એનાયત કરી સન્માનિત કરતા ઉપસ્થિત સૌ એ તાળીઓ ના નાદ સાથે વધાવ્યા હતા  આગામી દિવસો ગુજરાત રાજ્ય કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ રાજુભાઈ વંશ ના માર્ગદર્શન તળે  કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર તાલુકા ઓ મા તાલુકા કર્મચારી મંડળ ની રચના કરી આગામી દિવસો મા જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ દ્વવારા સ્નેહ મિલન સમારંભ યોજવા  સર્વાનુમતે  ઘોષણા કરવા મા આવી હતી.

 ઉલ્લેખનીય છે કે સને 1980 માં  જૂનાગઢ જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ રાજુભાઈ વંશ  ના પ્રમુખ પદે  જૂનાગઢ ખાતે  સંમેલન મળેલ ત્યારે જુનાગઢ જિલ્લામાં કોઈ જગ્યાએ કન્યા છાત્રાલય નહોતું ત્યારે જિલ્લા કર્મચારીઓ એ  જુનાગઢ ના વાડલા ફાટક પર ત્રણ માળનુ ભવ્ય કન્યા છાત્રાલય નુ નિર્માણ કરેલ આજે  આલ્ફા સ્કૂલ ના મેનેજીંગ ટ્રષ્ટી અને સમાજના શ્રેષ્ઠિ જી. પી. કાઠી  ના માર્ગદર્શન હેઠળ તેમાં સમસ્ત કોળી જ્ઞાતિ ની દીકરીઓ  હજારો દીકરીઓએ પોતાની ઉજ્જવળ કારકિર્દી નુ ઘડતર કરી ને દેશ વિદેશ માં  ઉચ્ચ સ્થાને બિરાજ માન છે.  આજે જે  સમૂહ લગ્નો થાય છે  તે જિલ્લા કર્મચારી મંડળ ની દેન છે તે વખતે પોરબંદર, ગિર સોમનાથ આ બને જિલ્લા  જુનાગઢ જિલ્લા માં હતા હવે  સમાજના ઉત્કર્ષ  માટે  જૂનાગઢ જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ નો વ્યાપ  ગુજરાત ના 33 જિલ્લા માં વિસ્તરેલ છે  તેના ભાગ રૂપે માધવપુર ખાતે ચાર દાયકાઓ બાદ કર્મચારી મંડળ નો મિલન સમારોહ યોજાયો હતો.

સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન અજયભાઈ ભુવા એ સંભાળ્યું હતું જયારે આભાર દર્શન લાખાભાઈ કરગટીયા એ  કર્યું હતું. આ મિલન સમારોહ મા  વરીષ્ઠ કર્મચારી ઓ સર્વ પરબતભાઈ ધરસનડા,વિજયભાઈ બાલસ, ભુપતભાઈ મોકરીયા,જેન્તીભાઈ  માવદિયા, લીલાભાઈ ચૌહાણ, હરદાસભાઈ મોકરીયા,અરજનભાઈ બાલસ,રામજીભાઈ ભુવા,આશિષભાઈ ખેર, રાહુલભાઈ બારૈયા સહીત આજુ બાજુ ઘેડ પંથક ના કોળી સમાજના કર્મચારી ભાઈ બહેનો ઉત્સાહ ભેર હાજર રહ્યા હતા. 

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે