પોરબંદર જિલ્લામાં મોટાભાગના ખેડૂતો સ્માર્ટ ફોન (એન્ડ્રોઇડ ફોન) નો ઉપયોગ કરતા હોય છે. તેઓએ Play Store માં જઇ NPSS લખી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. અથવા તો Goggle માં જઇ https://play.google.com/store/apps/details?id=com.npss&pcampaignid=web_share આ લીંકથી પણ આ એપ્લિકેશનન ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિક્શન ડાઉનલોડ કર્યા બાદ તેનો ઉપયોગ કરવા માટે મોબાઇલ લોકેશન ચાલુ કરવું, ત્યાર પછી કોઇ નુકશાન કરતી જીવાત આપણા ખેતરમાં હોય કે જેને વ્યવસ્થિત ઓળખવામાં પડતી મુશ્કેલીની સચોટ માહિતી મેળવવા માટે તેનો ફોટો પાડી આ ફોટાને અપલોડ કરી AI ટેકનોલોજીની મદદથી જીવાતની ઓળખ કરી શકાય છે.
ઉપરાંત, આ જીવાત કઇ રીતે છોડને નુકશાન કરે છે. તેમજ તેના નુકશાન માંથી બચવા નિયંત્રણના પગલા લેવા અંગેની વિસ્તૃત માહિતી મેળવવા જણાવવામાં આવ્યું છે. આ જ પ્રમાણે ખેતરમાં ઉભા પાકમાં દેખાતા રોગ અંગે પણ વિગતવાર માહિતી મેળવી શકાય છે. આ એપ અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ હોવાનું જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પોરબંદરમાં ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોને અરજી કરવા અનુરોધ કરાયો
ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ www.ikhedut.guarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહેશે. પોરબંદર જિલ્લામાં તા.૨૩/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ થી તા.૨૯/૦૯/૨૦૨૪ સુધી પોર્ટલ ઓપન થશે. ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકોનો લાભ લેવા જેવા કે, ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, ફાર્મ મશીનરી બેંક, તાડપત્રી, પાક-સંરક્ષણ સાધનો-પાવર સંચાલિત, પંપ સેટસ, સોલાર પાવર યુનિટ કીટ, વોટર કેરીંગ પાઇપ લાઇન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઇ-ખેડૂત પોર્ટલ દિન-૭ માટે ઓનલાઇન અરજીઓ મેળવવા અરજીઓ ખુલ્લુ મુકવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતને અરજી કરવા જણાવ્યું છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.