કુતિયાણા પંથક માં બાળલગ્ન યોજાય તે પૂર્વે તરુણી એ ૧૮૧ અભયમ ટીમ ની મદદ માંગતા ટીમ દોડી ગઈ હતી અને લગ્ન અટકાવી તરુણી ના વાલી ને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.
પોરબંદર ૧૮૧ અભયમ ટીમ ને તા ૧૧ ના રોજ કુતિયાણા તાલુકા ના એક ગામ માંથી તરુણી એ ફોન કરી જણાવ્યું હતું કે તેની ઉંમર ૧૮ વર્ષ પુરા થયા નથી છતા પણ તેની ઈચ્છા વિરુદ્ધ તેના માતા પિતા લગ્ન કરાવી દેવાના હોવાથી મદદ માટે આવવા જણાવ્યું હતું આથી ૧૮૧ ના કાઉન્સિલર મીરાં માવદીયા અને પોલીસ કોન્સ્ટેબલ સેજલબેન પંપાણીયા તુરંત તરુણીએ આપેલ એડ્રેસ પર દોડી ગયા હતા અને
લગ્ન કંકોત્રી તેમજ જરુરી ઉંમરના દસ્તાવેજો તપાસ કરતા જાણવા મળ્યું કે તરુણી ની ઉંમર ૧૮ વર્ષ કરતા ઓછી છે.
તદ ઉપરાંત કંકોત્રી જોતા માલૂમ પડયુ કે આગામી – ૧૪/૫ ના રોજ તેમના લગ્ન નિર્ધારિત કરાયા હતા જેથી તેના પરિવારજનો ને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો બનતો હોવાની જાણકારી આપી સમજાવ્યા હતા તેમજ કુતિયાણા ના પી આઈ ને તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ને ફોન કરી જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી અને તરુણીના માતા- પિતા, ગામ ના સરપંચને સાથે રાખી બાળ લગ્ન કરાવા એ કાયદાકીય રીતે ગુન્હો બંન્ને છે તે વિશે જાણકારી આપી ને તરુણી ના માતા પિતાનુ લેખિત નિવેદન લેવા માં આવ્યું હતું.