પોરબંદર ની સિવિલ હોસ્પિટલ માં દર્દીઓને અપાતું ભોજન હલકી ગુણવતા નું હોવાની સામાજિક કાર્યકર દ્વારા વધુ એક રજૂઆત કરાઈ છે.
પોરબંદર ની સિવિલ હોસ્પિટલ તેના રેઢિયાળ વહીવટ ના લીધે જાણીતી છે અને અવારનવાર વિવાદ માં રહે છે. ત્યારે દર્દીઓ ને આપવામાં આવતું ભોજન પણ હલકી ગુણવતા નું હોવાની રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવામાં આવતા સામાજિક કાર્યકર અને આર ટી આઈ એક્ટીવીસ્ટ રમેશભાઈ માલદેભાઈ ઓડેદરા એ સિવિલ હોસ્પિટલ ના મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ને કરેલી વધુ એક લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓ પાસેથી જાણવા મળ્યુ છે કે સરકાર તરફથી તમામ દર્દીઓ ને ભોજન હલકી ગુણવતાંવાળું અને નબળું ખાઈ શકાય નહિં તેવું પીરસવામાં આવે છે.
જે ખાવાથી દર્દી સાજો થવાને બદલે વધુ બિમાર પડે છે અને આ બાબતની ફરીયાદ અનેક લોકો પાસેથી મળી છે આથી તેઓએ અગાઉ તા ૨૭-૨ ના રોજ પણ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આથી આ ફરીયાદ તાત્કાલીક ધ્યાન પર લેવામાં આવે અને હોસ્પિટલમાં આપવામાં આવતું ભોજન પોષણયુક્ત આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને આ હલકી ગુણવતાં વાળું ભોજન બનાવનાર સામે નિયમ મુજબ પગલા ભરી તેનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે.