પોરબંદર મેડીકલ કોલેજ માં પેથોલોજી વિભાગ માં ૬ પીજી સીટ મંજુર થઇ છે જેના લીધે દર્દીઓ ની સુવિધા માં વધારો થશે.
જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદરમાં ૩(ત્રણ) ડી.એન.બી. અને ૦૩ પોસ્ટ ડિપ્લોમાં ડી.એન.બી.(કુલ ૦૬) સીટ પેથોલોજી વિભાગને મંજુરી મળી છે. જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદર ખાતે જુન, જુલાઈ-૨૦૨૪માં પેથોલોજી વિભાગમાં ડી.એન.બી.ની સીટ ચાલુ કરવા માટે અરજી કરવામાં આવેલ હતી. જેમનું ૨૦૨૫માં નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન – દિલ્લી દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવેલ હતું.
જી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદરને પેથોલોજી વિભાગના ઇન્સ્પેકશન થયા બાદ તા.૦૪-૦૬-૨૦૨૫ના રોજ ૩(ત્રણ) ડી.એન.બી. અને ૦૩ પોસ્ટ ડિપ્લોમાં ડી.એન.બી.(કુલ ૦૬) સીટ પેથોલોજી વિભાગમાં પીજી સીટની મંજુરી મળી છે, જે ખુબ જ ગૌરવની વાત છે. મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમારે જણાવેલ કે હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે પેથોલોજી વિભાગના રીપોર્ટના મહત્વપૂર્ણ ભાગ હોય છે. પેથોલોજી વિભાગમાં ડી.એન.બી. પીજીની સીટોની મંજુરી મળતા હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારની ગુણવતામાં ખાસો ફરક પડશે. નવી-નવી ટેસ્ટ ચાલુ થશે અને વિભિન્ન વિભાગના નિષ્ણાત ડોક્ટરોને સચોટ નિદાન કરવામાં મદદરૂપ રહેશે. ડીએનબી પીજીના વિદ્યાર્થીઓ પોતાના અનુસ્નાતકના અભ્યાસ માટે વધુમાં વધુ કાર્યરત રહેશે. જીએમઈએઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદરમાં દર્દીઓની સંખ્યા વધારે હોવાથી લેબોરેટરીની સંખ્યા પણ વધારે હોય છે. જેના લાભ ડીએનબીના પીજી વિદ્યાર્થીઓને મળશે અને તેમનો અભ્યાસ ઉચ્ચ કોટીના રહેશે.
ડી.એન.બી. પીજી વિધાર્થીઓ આવ્યા પછી હોસ્પિટલમાં નવી-નવી ટેસ્ટ ચાલુ થવાથી દર્દીઓની સારવારની ગુણવતામાં ઘણો સુધારો થશે, જેથી પોરબંદર અને આસપાસના જીલ્લાના દર્દીઓને ખાસો લાભ મળશે.
