Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના બરડા ડુંગર ની પરિક્રમા નો ૨૮ ઓક્ટોબર થી પ્રારંભ :જાણો પરિક્રમા ને લગતી સંપૂર્ણ વિગત

જે રીતે ગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થાય છે તે જ રીતે પોરબંદર નજીકના ઐતિહાસિક બરડા ડુંગરની લીલી પરિક્રમાનું પણ આયોજન થાય છે. ત્યારે લીલાછમ બરડા ડુંગરની લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાણાવાવની જાંબુવતી ગુફાએથી બરડા ડુંગરની લીલી પરિક્રમાનો પ્રારંભ તા. ૨૮ ઓકટોબરથી કરવામાં આવશે.

જુનાગઢની ગિરનારની લીલી પરિક્રમાની જેમ બરડા ડુંગરમાં પણ દિવાળી પછી લીલી પરિક્રમા યોજાય છે. અને બહોળી સંખ્યામાં લોકો તેમાં જોડાય છે. છેલ્લા ૧૫ વર્ષથી આ પરિક્રમા યોજાય છે. ભારતીય ધર્મોમાં પવિત્ર સ્થળોની ચારે તરફ આસપાસ શ્રધ્ધાપૂર્વક પગપાળા ચાલવાને પરિક્રમા અથવા પ્રદક્ષિણા કહેવામાં આવે છે. મંદિર, નદી,પર્વત વગેરેની આસપાસની પરિક્રમાને પુણ્યદાયી માનવામાં આવે છે. ત્યારે રાણાવાવ જાંબુવતી ગુફાએથી આગામી કારતક સુદ ત્રીજ તા.૨૮.૧૦.૨૦૨૨ ને શુક્રવારના રોજ દર વર્ષની જેમ બરડા ડુંગરની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે.સાંસદ રમેશભાઈ ધડુક લીલીઝંડી આપી આ પરિક્રમા નું પ્રસ્થાન કરાવશે.

આ પરિક્રમા કારી ખપ્પર, ચોરછગે, રાણપર ધીંગેશ્વર મહાદેવ, ઘુમલી, કપૂરીનેશ, મોડપર, બિલેશ્વર, કષ્ટભંજન હનુમાન, રાણાવાવ જાંબુવતીના રૂટમાં ત્રણ રાત્રિ અને ચાર દિવસના રોકાણ સાથે સંપન્ન થશે.આ બરડા ડુંગરની પરિક્રમામાં જોડાવા ઇચ્છુક લોકો એ પોતાનું નામ, ગામ, સંપર્ક નંબર, સાર્દુલભાઈ મકવાણા ૯૮૭૯૨૩૯૩૨૦, માલદેભાઈ ઓડેદરા ૯૭૨૬૭૫૧૮૪૫, ચંદ્રેશભાઈ ભલસોડ ૮૩૨૦૯૧૬૬૪૨, બાબુભાઈ ચૌહાણ ૮૪૦૧૯ ૬૦૦૦૦ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે