Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ઐતિહાસિક સ્થળો વિષેની માહિતીપ્રદ ટ્રેઝર હન્ટ સ્પર્ધાનું આયોજન

પોરબંદરમાં ઐતિહાસિક સ્થળો વિષેની માહિતીપ્રદ ટ્રેઝર હન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા જણાવાયું છે કે આપણું નગર પોરબંદર ખૂબ જ મહત્વપૂર્ણ અને મૂલ્યવાન ઈતિહાસ ધરાવે છે. વિશ્વના નકશા પર આવા ઐતિહાસિક સ્થળનો ભાગ હોવાનું આપણાં સૌને ગર્વ છે. આપણી યુવા પેઢીને જાગૃત કરવા અને આપણા નગરના ઈતિહાસની ઉજવણી કરવા માટે, રોટરી ક્લબ ઓફ પોરબંદર અને રોટરેક્ટ ક્લબ પોરબંદર અને ઇન્ટેકટ સાથે મળી ને આનંદથી ભરપૂર છતાં માહિતીપ્રદ ઈંટેક્ટ હેરિટેજ ટ્રેઝર હન્ટનું આયોજન તા ૨૦-૧૧-૨૦૨૨ ના રોજ કરેલ છે.

આ ઇવેન્ટ માત્ર આનંદથી જ નહીં પરંતુ તમને આપણાં અદ્ભુત શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળો વિશે સંપૂર્ણ ઐતિહાસિક માહિતી પણ આપશે. આ ઈવેન્ટમાં ઐતિહાસિક સ્થળોના ઈતિહાસ પર આધારિત વિવિધ કલુઝ પ્રતિભાગિયોઓને (બે વ્યક્તિની ટીમ) આપવામાં આવશે. તેઓએ સ્થળનું અનુમાન લગાવવા અને કલુઝમાં દર્શાવેલ સ્થાન સુધી પહોંચવા માટે આપેલ કલુઝને સોલ્વ કરી ત્યાં પહોચવું પડશે. એકવાર તેઓ ત્યાં પહોંચ્યા પછી તેમને આગલી જગ્યા માટે આગળની કલુ આપવામાં આવશે. આ રીતે ન્યૂનતમ સમયમાં મહત્તમ સાચા કલુઝ સોલ્વ કરી સૌથી વધારે જગ્યા પહોંચનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

સહભાગિતા માટે ત્રણ શ્રેણીઓ છે. તમે તમારી પસંદગીની કોઈપણ એક શ્રેણીમાં ભાગ લઈ શકો છો. દરેક કેટેગરીમાં તમામ ટોપ ફિનિશર્સને આકર્ષક ઈનામો આપવામાં આવશે. બધા સહભાગીઓને “ફર્સ્ટ સ્ટેપ એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રાયોજિત મફત ટી શર્ટ અને સહભાગિતા પ્રમાણપત્ર પણ મળશે. દરેક સહભાગીઓને નાસ્તો પણ શિવા બેકર્સ દ્વારા સૌજન્યથી આપવામાં આવશે. ઈવેન્ટનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને દરેક કેટેગરીમાં માત્ર ૨૫ ટીમોને વહેલા તે પહેલા ધોરણે એન્ટ્રી આપવામાં આવશે. કેમસ મીડિયા ગ્રુપ્સ દ્વારા પણ ઈવેન્ટને કવર કરવામાં આવશે. ચાલો, આ ઇવેન્ટને એક અદ્ભુત પ્રોજેક્ટ બનાવીએ અને આપણા અદ્ભુત શહેર પોરબંદર વિશે વધુ જાણવા માટે ભાગ લઈએ. વધુ વિગતો માટે કેવિનભાઇના મો.- ૯૫૫૮૮ ૮૨૭૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે