Saturday, September 24, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં કોરોના રક્ષક પોલીસીની રકમ અને વળતર ચુકવવા હુકમ:ગ્રાહક તકરાર નિવારણ કમીશન નો ચુકાદો

પોરબંદર માં કોરોના રક્ષક પોલીસી ની રકમ ચુકવવા ઈન્કાર કરનાર વીમા કંપની ને ગ્રાહક તકરાર નિવારણ કમીશન દ્વારા પોલીસી ની રકમ ઉપરાંત વળતર ચુકવવા હુકમ કર્યો છે.

પોરબંદરના હર્ષદભાઈ મજીઠીયા નામના નાગરિક દ્વારા ધી ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી કોરોના રક્ષક વીમા પોલીસી લેવામાં આવી હતી. ત્યાર બાદ એપ્રીલ-૨૦૨૧ ના અરસામાં તેઓ આ મહામારી નો ભોગ બનતા સારવાર પાછળ મોટો ખર્ચ થયો હતો. આથી તેઓએ વીમા કંપની પાસે કલેઈમ માટે કાર્યવાહી કરી હતી. પરંતુ વીમા કંપનીએ તે ના-મંજુર કરતા તેમણે પોતાના ધારાશાસ્ત્રી મારફતે લીગલ નોટીશ આપી હતી.

તેમ છતાં તેનું નિરાકરણ ન થતા તેઓએ જીલ્લા ગ્રાહક તકરાર નિવાર કમીશન સમક્ષ ગ્રાહક સુરક્ષા ધારા ૨૦૧૯ અન્વયે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને કોર્ટ દ્વારા તમામ હકીકતો નેક લક્ષમાં લઈને ફરીયાદી હર્ષદભાઈ મજીઠીયા ને વીમા રક્ષક પોલીસી અંતર્ગત રૂા.૪.૬૪ લાખ અને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ૯% વ્યાજ ઉપરાંત માનસિક ત્રાસ-હેરાનગતી બદલ વળતર રૂ।.૨૦,૦૦૦ ચુકવવા હુકમ કર્યો છે આ કેસ માં ફરીયાદી વતી લાખાણી એડવોકેટસના આકાશ લાખાણી તથા રવિ એમ. પરમાર રોકાયા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે