શહેર પોરબંદરમાં ધુધવતા મહાસાગરના સાનિધ્યમાં અને ભીની રેતીના સંગાથે છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રી મહોત્સવનુ “રમઝટ” ના નામે આયોજન કરી રહેલ છે. અને આ વર્ષે પણ ભાતિગળ રીતે અને અનોખુ આયોજન કરી માતાજીની સાચી ભકિત કરી શકાય તેવા હેતુથીજ મહિલાઓ માટે કોઈ પાસ-ટિકિટ લેવાની જરૂરત નથી. અને તમામ બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવતી હોય અને તેથી આ આયોજનમાં પોરબંદરની હજારો બહેનો નવરાત્રી માણવા માટે “રમઝટ” માં પહોંચી જતા હોય અને સાથે સાથે ખેલૈયાઓને આખરી ઈનામમાં સ્કુટરોને આપતુ આ એકમાત્ર આયોજન હોય અને તેથી ખેલૈયાઓમાં પણ અત્યારથી જ ટિકિટ તથા પાસની ડિમાંડ નિકળી ગયેલ છે. અને તેથી જ આ વર્ષે નવરાત્રીના આયોજનમાં સૌથી મોટુ અને શ્રેષ્ઠ “રમઝટ” હોવાનુ લોકોમાં ચર્ચાય રહેલ છે.
એટલુ જ નહી આ વર્ષે સાઉન્ડ સિસ્ટમ પણ ચેન્જ કરી અને મ્યુઝીકલ પાર્ટિ પણ પોરબંદરની જાણીતી મૌલીક થાનકી પ્રેરીત ઝનકાર ઓરકેષ્ટ્રાના સથવારે રાજકોટ-જામનગરના ગાયકો સાથે આ વર્ષે “રમઝટ” માં રાસ ગરબાની રમઝટ બોલાવશે. અને તે રીતે પોરબંદર ના ભામાસા તરીકે ઓળખાતા પ્રવિણભાઈ ખોરાવાના આર્થિક સહયોગ થી અને પોરબંદરના શ્રેષ્ઠ વેપારીઓ, ઉદ્યોગપતીઓના આર્થિક સહયોગ થી આ વર્ષે પણ તારીખઃ ૦૩-૧૦-૨૦૨૪ થી તારીખ: ૧૨-૧૦-૨૦૨૪ તે રીતે ૧૦ દિવસના આયોજનમાં ઈ-બાઈક સહિતના લાખોના ઈનામોની વણઝાર સાથે ફરી આ વર્ષે પણ પોરબંદર વાસીઓનુ માનીતુ બની રહેશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
આ આયોજનને સફળ બનાવવા માટે પ્રોજેકટ ચેરમેન તરીકે એડવોકેટ ભરતભાઇ લાખાણી, પ્રવિણભાઈ ખોરાવા, ચિરાગ કારીયા, હિતેષભાઈ રૂધાણી, શૈલેષભાઈ કોટેચા વિગેરે આયોજકો મહેનતમાં લાગી ગયેલ છે. અને પોરબંદરને “કલીન સીટી તથા ગ્રીન સીટી” બનાવવા માટે પ્રયત્ન કરનાર રામદેભાઈ મોઢવાડીયા ખાસ માર્ગદર્શક તરીકે આ વર્ષે આ આયોજન સાથે જોડાયેલા છે. તેમજ શ્રી રાજભા જેઠવાના સુંદર સહયોગથી ચેનલ નં. ૯૮૮ થી આવતી કાલથી “રમઝટ” નુ અગાઉનુ પ્રસારણ તથા આ વર્ષના નોરતાનુ આ જ ચેનલ ઉપર લાઇવ પ્રસારણ પણ થવાનુ છે. અને તેથી આ આયોજનને ઘરે બેસીને પણ નિહાળી શકાશે