Monday, October 14, 2024

|| तुम रक्षक काहू को डरना ||

નકલંક ધામ ઠોયાણામાં નવદુર્ગા શક્તિ ઉપાસનાનું પર્વ આસ્થાભેર ઉજવાશે:હિંદુ-મુસ્લિમ સેવકો દ્વારા ૫ વર્ષ થી કરાય છે આયોજન

રાણાવાવ નજીક આવેલ નકલંક ધામ ઠોયાણામાં નવરાત્રી નું પર્વ આસ્થાભેર ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રાણાવાવ તાલુકાના નકલંક ધામ ઠોયાણા માં નવરાત્રી ની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે અહી મહાકાળી માતા તથા મેલડી માના સ્થાન આવેલા છે. તે સિવાય સિકોતર માં, વિહત માં, ગાત્રાળ માં, ખોડિયાર માં, નાગબાઈ માં, વેરાઈ માં, દુધઈ માં, વરુડી માં, કાલોત્રી માં, ભૂમિપુંજ માં, કંકાઈ માં, રાગોળી અને મોગલ માં ના બેસણા છે. તેમજ શનિ દેવ અને રામદેવપીરના ગુરૂ બાબા બાળીનાથ પણ બિરાજે છે અને આ નવરાત્રી પણ મહાકાળી માં અને મેલડી માં ની ઈચ્છાથી થાય છે. નકલંક ધામ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નકલંક ધામ ના હિન્દુ મુસ્લિમ સેવકો ના નેતૃત્વ હેઠળ નવરાત્રી ની ઉજવણી નું આયોજન થઈ રહ્યું છે. આ ગરબી મંડળ માં નાની બાળાઓથી માંડી 12 વર્ષ સુધીની બાળાઓને કોઈપણ જાતની ફી વગર પ્રવેશ આપવામાં આવે છે. મુસ્લિમ સમાજની બાળાઓ પણ માતાજીની ગરબીમાં ગરબે છે. બાળાઓ દ્વારા દરોજ અવનવા માતાજી ના ગરબા ઉપર ગરબે ઘુમવામાં આવે છે.

પાંચમા કે સાત્તમાં નોરતે મહાકાળી માતાની મહા આરતી પણ કરવામાં આવે છે. અને તે દિવસે જ ભીમાભાઇ ઓડેદરા દ્વારા માતાજીના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આ આરતી માં આવેલ બધા માઈ ભક્તો ઘી ના દીવડા પ્રગટાવી માની આરતી કરે છે. એ દ્રશ્ય અનેરું હોય છે તેમજ નવરાત્રી માં મહાકાળી અથવા મેલડી માના તવા ઉતારવામાં આવે છે. એટલું જ નહીં ગામ લોકો અને નકલંક ધામ સેવકો ગરબી માં ભાગ લેનાર જગદંબા સ્વરૂપ બાળાઓને દરરોજ લાણી નો પ્રસાદ પણ આપવામાં આવે છે. સાથે ગરબીમાં પ્રાચીન પરંપરા અનુલક્ષીને પૌરાણિક ગીતો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. આઠમના દિવસે હોમ હવન સાથે પ્રસાદનું પણ આયોજન કરાયુ છે. તેમજ દશેરાના દિવસે ગરબીમાં ભાગ લઈ રહેલ જગદંબાઓને આકર્ષક લહાણી અને ભેટ-સોગાદો આપી માતાજીને પ્રસન્ન કરાય છે. આ ગરબી મંડળ કોમી એકતા નું અનેરું ઉદાહરણ પૂરું પાડે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે