Friday, September 23, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં તા.૧૫ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર સુધી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેન યોજાશે

રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુક્ત ભાગીદારીથી તા:૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૨દરમ્યાન ૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં યોજાનાર છે, જે અંતર્ગત પોરબંદર જીલ્લામાં આગામી તા.૧૫ સપ્ટેમ્બર થી ૧૯સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન “Celebrating Unity through Sports” થીમ હેઠળ પોરબંદરની તમામ કોલેજ યુનિવર્સિટી તથા શાળાઓ ખાતે ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવશે.

રાજ્યમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ ઉજવણી ગામે-ગામ સહીત સમગ્ર ગુજરાતમા ઉત્સાહભેર અને રંગારંગ રીતે યોજાય અને તેમાં રાજ્ય તથા પોરબંદર જિલ્લાના વધુને વધુ યુવાનો તેમજ વિદ્યાર્થીઓ જોડાય તેવા હેતુથી કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

જે અનુસંધાને પોરબંદર જીલ્લાકક્ષાનો કાર્યક્રમનું આયોજન તા.૧૫ સપ્ટેમ્બરના રોજ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, છાયા પોરબંદર ખાતે યોજાશે. જેમાં અંદાજીત ૪૦૦૦ જેટલા લોકો હાજર રહેનાર છે તથા તા.૧૬ સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ માધવાણી કોલેજ ખાતે તેમજ રાણાવાવમા સરકારી વિનયન કોલેજ અને કુતિયાણામા એસ.એમ.જાડેજા કોલેજ ખાતે યોજાશે.તથા તા.૧૭ સપ્ટેમ્બરના રોજ પોરબંદર જીલ્લાની બાકી રહેતી ૧૧ કોલેજ ખાતે કાર્યક્રમો યોજવામાં આવશે.

જ્યારે તા.૧૭ સપ્ટેમ્બરના રોજ ક્લસ્ટર કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે. તથા તા.૧૯ સપ્ટેમ્બરના રોજ પોરબંદર જીલ્લાની તમામ ૫૧૩ જેટલી શાળાઓમાં કાર્યક્રમ યોજાશે. ઉપરોક્ત કાર્યક્રમમા ૩૬મી નેશનલ ગેમ્સ એન્થમ, ફીટ ઇન્ડિયા મુવમેન્ટની શપથ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખેલમહાકુંભ વિજેતા થયેલી શાળાઓને પુરસ્કાર, સેલ્ફી પોઈન્ટ, સ્પોર્ટ્સ ઇવેન્ટ, ખેલાડીઓનું સન્માન સમારોહ વગેરે કાર્યક્રમો યોજાશે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે