Monday, September 26, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં એક વર્ષ માં ૭૫૦થી વધુ પીડિત મહિલાઓને ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્રારા કરાઈ મદદ

સલાહ, બચાવ અને પરામર્શને વરેલી પોરબંદર જિલ્લાની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્રારા ૨૦૨૧થી જુલાઇ ૨૦૨૨ સુધીમાં ૭૫૦થી વધુ પીડિત મહિલાઓને રેસ્કયુ વાન ૧૮૧ દ્રારા મદદ મળી છે. જેમાં ૪૦૦થી વધુ કેસમાં સ્થળ પર જ સમાધાન કરીને ૧૮૧ની ટીમે ઉત્તમ કામગીરી કરી છે.

ગુજરાતમા નારી સુરક્ષિત રહી શકે, હરીફરી શકે તથા ઘર પરિવાર કે નોકરી, વ્યવસાય કરી શકે કે જાહેરસ્થળોએ ફરવાની સાથે તહેવારોનો આનંદ કોઇપણ ડર વગર માણે છે. નારી સુરક્ષા માટે કટીબધ્ધ ગુજરાત સરકાર મહિલા ઉત્કર્ષને સતત પ્રોત્સાહન આપે છે. મહિલાઓ સામાજિક, આર્થિક,શૈક્ષણિક સહિત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રોત્સાહન આપે છે. મહિલાઓ પર થતિ હિંસા અટકાવવા તથા પીડિતાને મદદ કારવા માટે ૧૮૧ અભયમ સતત ૨૪x૭ ગુજરાતની મહિલાઓ માટે કાર્યરત રહે છે.

વર્ષ ૨૦૧૫થી ગુજરાત સરકારે મહિલાઓને મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન નંબરની ટોલ ફ્રી સેવા ચાલુ કરી છે. જે ૨૪x૭ સેવા માટે કાર્યરત હોય છે. પીડિત મહિલા ૧૮૧ નંબર પર કોલ કરીને સલાહ,બચાવ તથા પરામર્શ મેળવી શકે છે. કેસની ગંભીરતાને ધ્યાને રાખીને ૧૮૧ ટીમ દ્રારા સ્થળ પર સમાધાન અથવા પીડિતાની ઇચ્છા મુજબ કેસને સરકારી સંસ્થા કે એન.જી.ઓ.મા રીફર કરવામાં આવે છે. પોરબંદરમાં વર્ષ ૨૦૨૧માં ૪૭૦થી વધુ પીડિત મહિલાઓએ ૧૮૧ નંબર પર કોલ કરીને મદદ માગી હતી. જેમાં ૨૬૦થી વધુ કેસમાં ૧૮૧ની ટીમ દ્રારા સ્થળ પર જ સમાધાન કરાવવામા આવ્યું હતું. જ્યારે અન્ય કેસ કાર્યવાહી માટે વિવિધ સરકારી, અર્ધ સરકારી અને એન.જી.ઓ.સુધી લઇ જવાયા હતા. વર્ષ ૨૦૨૨ મા જુલાઇ માસ સુધીમા ૨૮૦થી વધુ પીડિતાઓએ ૧૮૧ હેલ્પલાઇનમાં મદદ માગી હતી. જેમાં ૧૫૦થી વધુ કેસમાં સ્થળ પર જ સમાધાન કરી ૧૮૧ની ટીમે ઉત્તમ કાઉન્સેલીંગ કર્યું હતું.

અભયમ હેલ્પલાઇન ૧૮૧માં બે કાઉન્સેલર, બે કોન્સ્ટેબલ તથા એક પાયલોટ ફરજ બજાવે છે. કાઉન્સેલર મીરાબેન માવદિયા, મીનાક્ષીબેન સોલંકી, કોન્સ્ટેબલ કિરણબેન જેઠવા, સેજલબેન પંપાણીયા તથા પાયલોટ કિશનભાઇ દાસા ફરજ બજાવે છે. મહિલાઓ પર થતા કોઇપણ પ્રકારના અત્યાચાર, શારીરિક,માનસિક હિંસાથી પીડિત મહિલા ૨૪ કલાકમાં ગમે ત્યારે ૧૮૧ નંબર કોલ કરીને મદદ માંગી શકે છે.

આ સંદર્ભે નોડલ ઓફિસર મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા બેન સાવંતે જણાવ્યું કે, પોરબંદર જિલ્લામાં ૧૮૧ ની ટીમ દ્વારા સારી અને ઝડપી કામગીરી કરવામાં આવે છે. મહિલાઓ ૧૮૧ અભયમ એપ પણ ડાઉનલોડ કરી શકે છે, આ એપ માંથી કોલ કર્યા બાદ ૧૮૧ ની ટીમને પીડિતાનું સીધું લોકેશન મળી રહે છે. જેથી ૧૮૧ ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી પીડિતાને સલાહ અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક કે કોઇપણ હિંસા બાબતે, સ્ત્રી ભ્રુણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન કે અન્ય સંબંધોના વિખવાદો, તેમજ અન્ય મુસીબતમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે. આ સેવાના માધ્યમથી મહિલાને તાત્કાલિક બચાવ, મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા થકી હકારાત્મક રીતે મહિલાઓની જે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે