પોરબંદરમાં ખારવાસમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મિરાજ ઇલેવન ચેમ્પીયન બનતા અભિનંદન વર્ષા થઇ છે.
પોરબંદરમાં ખારવાસમાજ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મીરાજ ઇલેવન ચેમ્પીયન બની હતી શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત ફાઈબર ગૃપ ઓફ પોરબંદરના સહયોગથી ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ-૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં ૧૮ ટીમોએ ભાગ લીધેલ હતો. તેમાં ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ રાખવામા આવેલ, જેમાં ફાઈબર ઈલેવન તેમજ મીરાજ ઈલેવન વચ્ચે મેચ હતો જેમાં મીરાજ ઈલેવન વિજેતા બની હતી.
ઉપસ્થિત આગેવાનોમાં પોરબંદર ખારવા સમાજના ઉપપ્રમુખ અશ્વીનભાઈ જુંગી તથા પંચપટેલ,ટ્રસ્ટીઓ, પુર્વ વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, દિલીપભાઈ લોઢારી, પોરબંદર માછીમાર બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તેમજ સભ્યો, પોરબંદર માછીમાર પીલાણા એસોસિએશનના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તેમજ સભ્યો, પોરબંદર ફિશ સપ્લાયર્સ એસો. ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તેમજ સભ્યો, પોરબંદર જીલ્લા આર.એસ.એસ ના અધ્યક્ષ વિનોદભાઈ કોટીયા, દરિયાઈ સંરક્ષણ કાર્યક્રમનાં સિનિયર પ્રોગ્રામ ઓફિસર અને ઇન્ચાર્જ ઓફિસર ધવલભાઈ જુંગી, સુઝલોન અને ઉર્વશી નેટ ના નરેન્દ્રભાઈ વાંદરીયા, પોરબંદર બોટ એસોસિએશન ના પુર્વ પ્રમુખ નરશીભાઈ જુંગી,ભાજપના યુવા આગેવાન હર્ષ સુનિલભાઈ ગોહેલ, તથા ઉપસ્થિત સર્વે આગેવાનો ના હસ્તે વિજેતા ટીમને ચેમ્પીયન ટ્રોફી તેમજ રૂા ૭,૦૦૦/ રોકડ પુરસ્કાર આપવામા આવેલ. અને રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂા. ૪,૦૦૦ રોકડ પુરસ્કાર આપવામા આવેલ. તેમજ મેન ઓફ ધ મેચ – રોનક લોઢારી, મેન એફ ધ સીરીઝ – દિપુ લોઢારી, બેસ્ટ બોલર કલ્પેશ ખેતરપાલ, બેસ્ટ બેસ્ટમેન – પાર્થ કુહાડા, અને ટુર્નામેન્ટ માં ભાગ લેનાર દરેક ટીમ ને અભિનંદન ટ્રોફી અને કાર્યકર્તા મિત્રોને મોમેન્ટો આપી પ્રોત્સાહીત કરવામા આવેલ હતા અને ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાનોને ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર તરફથી યાદી રૂપે સન્માન પત્ર મોમેન્ટો આરવામાં આવેલ.
આ ટુર્નામેન્ટ ના મુખ્ય દાતાઓમાં ચેમ્પીયન ટ્રોફીના દાતા અજયભાઈ મોતીવરસ સેફ્રોન રેસ્ટોરેન્ટ, રનર્સઅપ ટ્રોફીના ઘતા પરમભાઈ પાંજરી, અમર ગ્રુપ ઓફ પોરબંદર, મેન ઓફ ધ સીરીઝની ટ્રોફીના ઘતા ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર, બેસ્ટ બેટસમેન અને બેસ્ટ બોલરની ટ્રોફીના દાતા હર્ષિતભાઈ શિયાળ નિરંજન સી ફુડ, અમ્પાયર મિત્રો ને ટ્રોફી અને ગિફ્ટના દાતા ફાઈબર ગ્રુપ, તથા દરેક ટીમ ની ટ્રોફીના ઘતા નરેન્દ્રભાઈ વાંદરીયા, સુઝલોન અને ઉર્વશી નેટ, મેન ઓફ ધ મેચ ની ટ્રોફી ના દાતા હર્ષિલભાઈ બાદરશાહી, બાદરશાહી સી ફૂડ, હરેશભાઈ અને દિપેશભાઈ મસાણી, મસાણી સી ફૂડ, બધા મેચમાં પાણીની બોટલના દાતા ફિશ સપ્લાયર્સ એસોસિએશન, ફાઈનલ બંને ટીમો ને મેડલ અને ગિફ્ટના દાતા કેતનભાઈ કોટીયા, એક્સટ્રિમ ફિટનેસ કેર, મુખ્ય મહેમાનો તથા કાર્યકર્તાઓ ને મોમેન્ટો ના દાતા ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર રહ્યા હતા. ખેલાડીઓમાં એકતા-ભાઈચારાની ભાવના વધે, ખેલદીલી વધે, તેમજ સ્વાસ્થ્ય સારુ રહે તેવા શુભ આશય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન વાણોટ પવનભાઈ શિયાળ, તેમજ પંચપટેલ-ટ્રસ્ટીઓ ના સુંદર માર્ગદર્શન હેઠળફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા કરવામાં આવેલ હતુ.


