Tuesday, December 6, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પિતાના અવસાન પછી અને માતાએ બીજા લગ્ન કરેલા હોય તો પણ સગીર બાળકનો દાદાની મિલ્કતમાં હકક થાય:પોરબંદરની સીવીલ કોર્ટનો મહત્વનો ચુકાદો

પોરબંદર માં પિતાના અવસાન પછી માતા એ બીજા લગ્ન કર્યા હોય તો પણ સગીર બાળકનો દાદા ની મિલકત માં હક્ક થતો હોવાનો ચુકાદો સિવિલ કોર્ટે આપ્યો છે.

સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે. કે, કોઈપણ સ્ત્રી વિધવા થાય અને પછી બીજા લગ્ન કરી લે અને અગાઉના ધરનું બાળક પણ તેની સાથે લઈ જાય ત્યારે તેના પ્રથમ પતિના પરીવારની મિલ્કતમાં તેનો કોઈ લાગભાગ કે, હકક હીત થતો નથી. પરંતુ કાયદાની જોગવાઈ મુજબ વડીલોપાર્જીત મિલ્કતમાં તમામ વારસદારોનો હકક થાય તેવુ પોરબંદરની સીવીલ કોર્ટે ઠરાવેલ છે.

થયેલ દાવા મુજબ ધવલ જગમાલ ચાવડા કે જેની ઉમર માત્ર–૧૧ વર્ષની હોય અને તેથી તેની માતા હેમીબેન જગમાલ ચાવડા તે હેમીબેન રમેશભાઈ બોરખતરીયા દ્રારા સગીરના વાલી માતૃશ્રી તરીકે સગીરના દાદા સાજણભાઈ નારણભાઈ ચાવડા ઉપર એવા મતલબનો દાવો કરેલો હતો. કે, તેના દાદાની ખેતીની જમીન રાણાવાવ તાલુકાના ભોદ ગામે આવેલી હોય અને કુલ ૧૫ હેકટર કરતા વધારે જમીન હોય અને સગીર ધવલના પિતા જગમાલભાઈ નું અવશાન થઈ ગયેલુ હોય અને તેની માતા હેમીબેન દ્રારા બીજા લગ્ન રમેશભાઈ બોરખતરીયા સાથે કરી લેતા સગીર બાળક તેના નવા પિતા સાથે રહેવા ચાલ્યો ગયેલો હતો.

અને તેને પોતાના ગુજ૨ના૨ પિતા જગમાલભાઈ ના ભાગે આવતી જમીન સંબંધે પોરબંદરની નામદાર કોર્ટમાં તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે ભાગ માંગવાનો દાવો કરતા અને તે દાવામાં વિગતવાર રેવન્યુ રેકર્ડ રજુ કરી તેમજ હિન્દુ વારસાઈ ધારાની જોગવાઈ મુજબ સગીરનો ભાગ થતો હોવાની રજુઆત કરતા અને દાવાના પ્રતિવાદી સાજણભાઈ ચાવડા દ્વારા પોતાની હૈયાતીમાં સગીરને ભાગ માંગવાનો હકક અધિકાર ન હોય અને પોતાના મૃત્યુ પછી ભાગ થતો હોવાનો બચાવ કરતા.

પરંતુ નામદાર કોર્ટ દ્વારા કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ તેમજ રેકર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઈ અને જે કાંઈ જમીન છે તે વડીલોપાર્જીત હોવાનુ રેકર્ડ ઉપરથી પુરવાર થતુ હોય તેથી નામદાર કોર્ટ દ્રારા દાવો મંજુર કરી સગીરનો ૮(આઠ)મો ભાગ થતો હોવાનુ ઠરાવી જીલ્લા કલેકટરને હુકમ કરી વાદવાળી જમીનમાં સગી૨નું નામ દાખલ ક૨વા અને તેના હીસ્સે આવતી જમીન અલગ કરી કબજો સોંપી આપવા અને સાથે સાથે સગીર પુખ્ત ન થાય ત્યાં સુધી તેની માતા પણ આ જમીન વહેંચી શકશે નહીં. તેવો પોરબંદરના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ શાહ મેડમ દ્રારા હુકમ કરેલ છે. આ ચુકાદાથી જે બાળકોના પિતા અવશાન પામેલ છે. અને જમીનમાં રહેલા તેમના હકક હીત સંબંધે તેને અન્યાય થતો હોય તેવા બાળકોને આ ચુકાદાથી ઘણી રાહત મળશે અને તે રીતે આ ચુકાદો સિન્હાચિન્હરૂપ આ ચુકાદો હોવાનુ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા અનિલભાઈ સુરાણી તથા જયેશ બારોટ એ જણાવેલ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે