Sunday, September 25, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે સમૂહ યજ્ઞોપવીત યોજાઈ

પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતન ખાતે બ્રહ્મ સમાજ માટે નુતન યજ્ઞોપવીત ધારણ વિધિ યોજાઈ હતી.

પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાંદિપની વિદ્યાનિકેતન ખાતે શ્રાવણી પર્વે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ સમૂહમાં કરવામાં આવી હતી. પૂ.ભાઈ રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવી હતી. આ વિધિમાં હેમાદ્રિ શ્રવણ, દશવિધિ સ્નાન અને બાદ બ્રહ્મયજ્ઞ, દેવ-ત્રશદષિ-મનુષ્ય તર્પણ તથા પિતૃતર્પણ કરીને, ગણપતિ તથા સ્થાપિત દેવી-દેવતોઓનું શાસ્ત્રોકત વિધિ પ્રમાણે પૂજન-અર્ચન કરીને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ કરવામાં આવી હતી.
બાદ આરતી સાથે આ સંપૂર્ણ વિધિ સંપન્ન કરવામા આવી હતી.

સપ્તર્ષિ પૂજન, ઉપાકર્મ હોમ, ગાયત્રી યજ્ઞ, આરતી યોજાયા હતા. રમેશભાઈ ઓઝા દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.આ યજ્ઞોપવીત બદલવાની વિધિમાં પોરબંદર શહેરમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં બ્રાહ્મણો જોડાયા હતા. સાથોસાથ સાંદીપનિ વિદ્યાનિકેતનના અધ્યાપકો અને ભૂતપૂર્વ તેમજ વર્તમાન ઋષિકુમારો પણ જોડાયા હતા અને બ્રહ્મસમાજની સંસ્કારિતાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે