રાતીયા ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સ ને કોર્ટે ૨૦ વર્ષ ની સખ્ત કેદની સજા ફટકારી છે.
કલ્યાણપુર નજીક આવેલ દેવળિયા ના પાટિયા પાસે રહેતા માલદે નાથાભાઈ જાડેજા નામના શખ્શે ગત તા.૫/૨/૨ર ના રોજ સગીરા ના ભોળપણનો લાભ લઈ પ્રેમ સંબંધ બાંધી રાતીયા ગામ બે રસ્તા ભેગા થાય ત્યાં સગીરા ને બોલાવી બાવળની ઝાડી માં શરીરે અડપલા કર્યા હતા અને ઈચ્છા વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો ત્યાર બાદ સગીરા ને દેવળીયા પાટીયા કલ્યાણ પુર પાસે આવેલ પોતાના ઝુંપડામાં લઈ જઈ ત્યાં રાખી હતી અને તે વખતે પણ ઈચ્છા વિરૂધ્ધ તેણી સાથે શરીર સબંધ બાંધ્યો હતો.
જે અંગે સગીરા ના પિતા એ માલદે વિરુધ માધવપુર પોલીસ મથક માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે કેસ કોર્ટ માં ચાલી જતા પબ્લિક પ્રોસીક્યુટર સુધિરસિંહ.બી. જેઠવા દવારા ૩૭ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૦ સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરી હતી જેથી એડી.સેશન્સ જજ કે.એ.પઠાણ દવારા આરોપી માલદે ને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.પર,૦૦૦ નો દંડ ફરમાવતો હુકમ કર્યો છે.