Tuesday, November 5, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ગાંજાના બે કેસમાં પકડાયેલ શખ્શને પાલારા ભુજની ખાસ જેલમાં ધકેલી દેવાયો

પોરબંદરમાં ગાંજાના કેસમાં બે વખત પકડાયેલા શખ્શને પીટ એન.ડી.પી.એસ. એકટ હેઠળ ધરપકડ કરીને પાલરા ભુજની ખાસ જેલ ખાતે મોકલી દીધો છે.

અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર તરફથી ગેરકાયદેસર નશીલા અને કેફી દ્રવ્યોના જથ્થાનુ ઉત્પાદન, વાવેતર અને વેચાણ કરનાર ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા અને આવા ગુન્હામાં પકડાયેલ ઇસમો ફરીથી આવી ગેરકાયદેસર માદક દ્રવ્યોની પ્રવૃત્તિ ન કરે તે સારુ તેઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ હેઠળ દરખાસ્ત કરવા સુચના કરવામાં આવેલ. જે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ. જાડેજા દ્વારા અગાઉ એન.ડી.પી.એસ. કેસમાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધ દરખાસ્ત તૈયાર કરી જરૂરી અટકાયતી પગલા લેવા સુચના કરવામાં આવેલ.

જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર કે.એમ. પ્રિયદર્શી તથા પોલીસ સબ ઇન્સપેકટર આર. પી.ચુડાસમા, પી.ડી.જાદવ, એસ.ઓ.જી. પોરબંદર દ્વારા અગાઉ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે સુકા ગાંજાના જથ્થાના બે કેસમાં પકડાયેલા સુભાષ ઉર્ફે ભાણો રાણાભાઈ રાતીયા, ઉ.વ. ૨૬ રહે. ઉદ્યોગનગર આશાપુરા ચોક, જગદીશ ગેસ ગોડાઉન પાસેની ગલી,ને પીટ એન.ડી.પી.એસ. એકટ હેઠળ દરખાસ્ત તૈયાર કરી અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરને મોકલી આપવામાં આવેલ તેઓ તરફથી આરોપીને કેફી ઔષધો અને મનપ્રભાવી દ્રવ્યોનો ગેરકાયદેસર વેપાર અટકાવવા અધિનિયમ ૧૯૮૮ની કલમ૩ (૧) મુજબ સુભાષ ઉર્ફે ભાણો રાણાભાઈ રાતીયાના રહેણાંક મકાનેથી મળી આવતા હુકમની બજવણી કરી અટકાયત કરી ખાસ જેલ પાલારા ભુજ (કચ્છ) ખાતે મોકલી આપેલ.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે