Wednesday, August 17, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે લાયન્સ પરિવાર પોરબંદર નો શપથગ્રહણ સમારોહ યોજાયો

લાયન્સ કલબ પોરબંદર ના વર્ષ ૨૦૨૨-૨૩ ના નવા વર્ષમાં નીમણુંક પામેલા હોદેદારો નો શપથગ્રહણ સમારોહ તા.૩૧-૦૭-૨૦૨૨ રવિવાર ના રોજ મોહનભાઈ કોટેચા તાજાવાલા મહાજન વાડી ખાતે આયોજીત થયો હતો.
આંતરરાષ્ટ્રીય સેવા-સંસ્થા લાયન્સ કલબ-પોરબંદર, લાયન્સ કલબ-પ્રાઈડ, લીઓ ક્લબ તથા લીઓ કલબ (પર્લ્સ) ના નવા વરાયેલા હોદેદારોનો શપથગ્રહણ સમારોહ રાજકોટથી પધારેલા પાસ્ટ મલ્ટીપલ કાઉન્સીલ ચેરમેન લાયન દીવ્યેશભાઈ સાકરીયા ની ઉપસ્થિતી માં યોજાયેલ હતો. અને તેમણે નવ-નિયુકત ટીમ ને શપથ લેવડાવી હોદાઓ પર નીયુકત કરેલ હતા.

આ પ્રસંગે પુર્વ ગવર્નર વિનોદભાઈ દત્તાણી તેમજ જેતપુરના પુર્વ ગવર્નર ડો. પ્રિયવત જોષી, મોરબીથી સેકન્ડ વાઈસ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલા તથા ડીસ્ટ્રીકટ કેબીનેટ સેક્રેટરી નિરવભાઈ વડોદરીયા જામનગરથી ઉપસ્થિત રહયા હતા, પુજયપાદ ગો.શ્રી વસંતકુમાર મહારાજશ્રીએ આશીર્વચન પાઠવેલ હતાં, અને દબદબાભેર આયોજીત સમારોહ મા લાયન આશિષ પંડયા પ્રમુખ, લાયન કિશન મલકાણ સેક્રેટરી, લાયન ગોપાલભાઈ લોઢારી ને ખજાનચી નીમવામાં આવેલા.
લાયન્સ કલબ પ્રાઈડ ના પ્રમુખ તરીકે શ્રી ઋષિતાબા પરમાર, લીઓ ક્લબ પોરબંદરના પ્રમુખ તરીકે ડો. રીયા લાખાણી તથા લીઓ કલબ (પર્લ્સ) ના પ્રમુખ તરીકે લીઓ નયના લોઢીયા એ શપથ લીધેલ હતાં, અને સેવાકાર્યોની પરંપરા અવિત રાખવા વચનબધ્ધ થયા હતાં, આ સાથે કલબ માં નવા દાખલ થયેલા સભ્યોનું આગવી શૈલીમાં ફર્સ્ટ વાઈસ ડીસ્ટ્રીકટ ગવર્નર હિરલબા જાડેજા એ ઈન્ડકશન કરાવી ક્લબ માં આવકાર્યાં હતાં આ તકે પોરબંદર નગરસેવા સદનના પુર્વ પ્રમુખ, લાયન્સ કલબના પુર્વ પ્રમુખ અને શહેર ભાજપના પ્રમુખ પંકજભાઈ મજીઠીચા એ ખાસ હાજરી આપેલ હતી.

આ કાર્યક્રમ સાથે જ બપોરના સમયે બાળકોને મનગમતી ડાન્સ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવેલ હતું જે લાચન્સ કલબ, લીઓ કલબ તથા કીંગડમ ઓફ ડાન્સ ના ઉપક્રમે આયોજીત થયેલ જેમા મોટા પ્રમાણમાં બાળકોએ ભાગ લઈ આનંદ મેળવ્યો હતો, આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મીનાબેન ગજજર તથા ભાર્ગવભાઈ વાળાએ સેવા આપેલ જેના પ્રોજેકટ ચેરમેન ચાંદનીબેન પંડયા તથા અંકીતભાઈ મોનાણી રહયા હતા.

શપથગ્રહણ સમારોહ ની સાથે સેવાની જયોત જલાવતાં લાયન્સ કલબ દ્વારા રાત્રે આ જ સ્થળ પર જુનાગઢ ના પ્રસિધ્ધ રાજુભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત આઠ સમાના દર્શન સાથે શ્રીનાથજી ઝાંખી નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો, સંસ્થા અને કલાકારો દ્વારા આ કાર્યક્રમ ને લગતો ખર્ચ બાદ જતાં જે કાંઈ રકમ બચે તે ગૌવંશ ના ઉપયોગ હેતુ વાપરવામાં આવશે તેવી જાહેરાત કરી ઉધોગનગર વિસ્તારમાં લમ્પી ડીસીઝ ના કારણે તૈયાર થયેલ આઈસોલેશન વોર્ડ માં સારૂ કહી શકાય એવું ફંડ મોકલવામાં આવેલ છે.

આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા પૂર્વ-પ્રમુખ પંકજભાઈ ચંદારાણા, પુર્વ સેક્રેટરી કેતન હીન્ડોચા, આ કલબના તમામ પુર્વ-પ્રમુખો અને સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમ નું સંચાલન ભીખુભાઈ સામાણી તથા જીતેશભાઈ રાયઠઠા એ કરેલ હતું.

આ પોસ્ટ શેર કરો

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on email
Email
Share on print
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે