Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે જિલ્લા રમતગમત કચેરી દ્રારા કલા મહાકુંભ ૨૦૨૨ યોજાશે:જાણો સંપૂર્ણ વિગત

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા પ્રેરીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, પોરબંદર દ્વારા સંચાલિત કલા મહાકુંભ – ૨૦૨૨ યોજાનાર છે.જેમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ માટે ૬ થી ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ વયજૂથના કલાકારો ભાગ લઈ શકશે.

વય જૂથમાં ચાર વિભાગ રહેશે. જેમાં ૬ થી ૧૪ વર્ષ ,૧૫ થી ૨૦ વર્ષ ,૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ થી ઉપર વયજૂથ સમાવેશ થશે.આ કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએથી વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રિય અભિનય, તબલા, હાર્મોનિયમ, લોકગીત, સુગમ સંગીત, લગ્નગીત, લોકનૃત્ય, રાસ, ગરબા સમુહગીત તેમજ જિલ્લા કક્ષાએથી કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા છંદ ચોપાય, સર્જનાત્મક કારીગીરી, સ્કૂલબેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય સંગીત અને પ્રદેશકક્ષાએથી સિતાર, ગીટાર, વાંસદી, વાયોલિન, કુચિપૂડી, ઓડિસી, મોહિનીઅત્તમ તથા રાજ્યકક્ષાએથી પખવાજ, મૃદગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયપાવા, રાવણહથ્થો વગેરે કૃતિઓની સ્પર્ધા યોજાશે.

આ તકે સ્પર્ધામાં ભાગ લેવા માગતા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી પોરબંદર તાલુકાના નિમાયેલા વિવિધ કન્વીનરોને આપવાની રહેશે. જેમાં પોરબંદર તાલુકાના સ્પર્ધક કલાકારોએ બાલુબા કન્યા વિદ્યાલય, કન્વીનર અરૂણાબેન મારું મોં.૮૨૦૦૨૮૬૨૬૩, રાણાવાવ તાલુકાના સ્પર્ધક કલાકારોએ પુંજાપુરા કન્યા શાળા રાણાકંડોરણા ખાતે ઘેલુભાઇ કાંબલિયા મો.૯૯૭૮૭૯૧૫૮૧, કુતિયાણા તાલુકાના સ્પર્ધક કલાકારોએ દેવડા હાઈસ્કૂલ,દેવડા ખાતે શીતલબેન બોરીચા મો.૯૯૭૮૭૯૧૫૮૧ પાસેથી અરજી ફોર્મ મેળવી સાથે આધારકાર્ડ નકલ જોડીને તા.૧૮ ઓગસ્ટ સુધીમાં જે તે તાલુકાના કન્વીનરોને જમા કરવાવવાના રહેશે.

જ્યારે જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા તથા રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કલાકારોએ તા.૩૦ ઓગસ્ટ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી “ગાંધી સ્મૃતિ ભવન” કનકાઈ માતા મંદિર પાસે, પોરબંદર ખાતે અરજી ફોર્મ મેળવી આધારકાર્ડ નકલ સાથે સંપૂર્ણ વિગતો ભરી ફોર્મ જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી કે.જે.જાખોત્રા- ૯૯૦૪૧૪૫૪૦૮ તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી એમ.આર.જાપડા- ૯૭૨૪૪૫૪૪૦૪ નો સંપર્ક કરવો.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે