Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઇ

‘’આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાવો યોજના અન્વયે ‘’આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ‘’ નીમિતે કિશોરી કુશળ બનો થીમ આધારિત સખી મેળો યોજાયો હતો. સક્ષમ દિકરી- સશકત ગુજરાત ‘’કિશોરી કુશળ બનો થીમ સાથે યોજાયેલા ઓનલાઇન કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે વિધાર્થિનીઓ સાથે પરિસંવાદ કર્યો હતો.

જેમાં પોરબંદર મહિલા અને બાળ વિકાસ વિભાગ અધિકારી કાશ્મીરાબેન સાવંતના માર્ગદર્શનમા પ્રોટેકશન અધિકારી ડો. પ્રજ્ઞાબેન ત્રિવેદી તથા સ્ટાફ તથા સાંદિપની ગરૂકુળના ટીચર, વિધાર્થિનીઓ સહભાગી થઇને મહિલા અને બાળ વિકાસ મંત્રી સાથે ઓનલાઇન માધ્યામથી પરિસંવાદ કર્યો હતો.

જિલ્લા સેવા સદન -૧ સભાખંડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રોટેકશન ઓફીસર ડો.પજ્ઞાબેન ત્રિવેદી, મહિલા શક્તિ કેન્દ્રના સંધ્યાબેન જોષી, બંસીબેન ડોડીયાં, દિલીપભાઇ પરમાર, માહિતી ખાતાનાં જીતેન્દ્રભાઇ નિમાવત, સાંદિપની ગુરૂકૂળ ગુજરાતી અંગ્રજી મીડિયમના ટીચર નમ્રતાબેન મોઢા તથા ગુરૂકૂળની વિધાર્થિનીઓ જોડાયા હતા. આ તકે ઉપસ્થિત રહેલી વિધાર્થિનીઓને પોરબંદર મહિલા અને બાળ વિકાસ દ્રારા કંપાસ બોક્ષ આપવામા આવ્યુ હતુ.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે