પોરબંદરમાં વધુ છ જગ્યાએ ખાધ્યપદાર્થો ખુલ્લા રખાતા અને અસ્વચ્છતા ના કારણે પાલિકા એ તમામ ધંધાર્થીઓ ને ૧-૧- હજાર નો દંડ કર્યો છે.
પોરબંદર નગરપાલિકાની ફૂડ વિભાગની ચેકિંગ ટીમ દ્વારા ખાધ્ય પદાર્થોના ધંધાર્થીઓ, લારીઓ, દૂધની ડેરીઓ, પ્રોવિઝન સ્ટોર, બેકરી સ્ટોર, મીઠાઇ ફરસાણની દુકાનો નાસ્તાગૃહ, રેસ્ટોરન્ટ તેમજ શાકભાજી ફળોનું ચેકીંગ કરવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં કડિયા પ્લોટ વિસ્તાર માં છ સ્થળો એ ઉઘાડા ખાદ્યપદાર્થ મળી આવતા તથા અસ્વચ્છતા હોવાથી ૧-૧ હજાર નો દંડ કરાયો છે. જેમાં સિહોરી ખાજલી,આશાપુરા ખાજલી,રામલાનન કુશવાહા-જલારામ પાણીપુરી તથા હીર પાણીપુરી માં પ્રિમાઇસીસમાં અસ્વચ્છતા તેમજ ઉઘાડા ખાધ્યપદાર્થો મળી આવ્યા હતા. તથા સતીઆઇ ખમણ અને આશાપુરા ખમણમાં પ્રિમાઇસીસમાં અસ્વચ્છતા હોવાથી હોવાથી ૧-૧ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે.