Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે જન્માષ્ટમી ના લોકમેળાના આયોજન અંગે થયા મહત્વ ના સૂચન

પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તંત્ર દ્વારા તૈયારી ચાલી રહી છે ત્યારે યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેકટરને મહત્વના સુચનો કરીને મેળો સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે રજૂઆત કરી છે.

ધી યુવા પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ આકાશ લાખાણી, ઉપપ્રમુખ શ્યામ રાયચુરા, મોહિલ ગોંદિયા, સેક્રેટરી યશ બુધ્ધદેવ અને ટ્રેઝરર રાજ બુધ્ધદેવે જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત અને વિશેષ આયોજન માટે આપણા પોરબંદરનો લોકમેળો આગવું સ્થાન ધરાવે છે. આ મેળામાં માત્ર પોરબંદર શહેર નહી પરંતુ આજુબાજુના અનેક ગામ અને શહેરોમાંથી સાહેલાણીઓ આવતા હોય છે. આ મેળાથી શહેરને પણ આર્થિક ટેકો મળતો હોય છે અને અનેક પરિવારોનું આ આયોજન પર ગુજરાન ચાલતુ હોય છે .

આ લોકમેળા સંબંધે શહેરના નાગરિક અને ધી પોરબંદર યુવા ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંસ્થાના પ્રતિનિધિ તરીકે નીચેના મુદાઓ પર વિશેષરૂપે ધ્યાન આપવામાં આવે તેવી અપીલ છે અને તેના કારણે વાસ્તવિક રીતે ‘લોકમેળો’ ‘લોકનો મેળો’ બની રહેશે અને તંત્રની પ્રશંસનીય કામગીરી આશીર્વાદ બનશે.

અમારા મત અનુસારના નીચે મુજબના મુદાઓ ધ્યાને લેવા આથી આપને નિવેદન કરવામાં આવે છે હાલના વરસાદી વાતાવરણને ધ્યાને લેતા સફાઇ અને સ્વચ્છતા માટે બહોળા પ્રમાણમાં ડસ્ટબીન મુકવામાં આવે અને ગ્રાઉન્ડ સફાઈ માટે પૂરતા સ્ટાફની સગવડ કરવામાં આવે., મહિલાઓ અને બાળકો માટે અલગ-અલગ જગ્યાએ પર મોબાઇલ યુરીનલ્સ માટેની સગવડતા પૂરી પાડવામાં આવે, પાલિકાની હેલ્થ વિભાગ અને ફૂડ એન્ડ સેફટી ટીમ દ્વારા તમામ ફુડ સ્ટોલ્સની રેગ્યુલર વિઝીટ તથા ચેકીંગ પ્રક્રિયા કરવામાં આવે. પેકેટ પ્રોડકટસ એમ.આર.પી. રકમમાંથી અને અન્ય પ્રોડકટસ વ્યાજબી નફાથી વેચાણ થાય તે માટેના પ્રબંધ કરવામાં આવે., તમામ પ્રકારની રાઇડસ માટે ભાવમાં નિયંત્રણ અને સુરક્ષા માપદંડનો અમલ કરવામાં આવે, ધંધાર્થીઓને પારદર્શક રીતે સ્ટોલ ફાળવણી તેમજ તેના દરમાં યોગ્ય નિયંત્રણ રાખવાની વ્યવસ્થા ગોઠવણ થવી.. 에에 ધંધાના પાથરણાવાળા લોકો માટે એક અલગ જગ્યાની ફાળવણી કરવી. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ મહિલાઓની છેડતી ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત, સી.સી.ટીવી કેમેરાની જોગવાઈ અને શહેરભરમાં ટ્રાફિક નિયંત્રણ અને ગ્રાઉન્ડ આસપાસ પાર્કીંગ અને અવરજવર માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી, સમગ્ર લોકમેળા માટે કોઈપણ ચોક્કસ પ્રોડકટસ કે વેપારીને મોનોપોલીનો લાભ ન મળે અને આ જ પ્રકારના અન્ય ધંધાર્થીઓને તક મળી રહે તે બાબતે પણ કાળજી લેવાય તે ઇચ્છનીય છે.

આ વર્ષનો લોકમેળો ખરેખર લોકમેળો બની રહે અને આપણું શહેર તેમજ આજુબાજના વિસ્તારના દરેક વર્ગના લોકો ઉત્સાહભેર આ અનેરુ આયોજન માણી શકે તેમજ સ્થાનિક વેપાર કરતા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં તેનો લાભ મળી રહે અને શહેરમાં સમૃધ્ધિ વધે તેવી આ તકને સાથે મળીને વધાવીએ. આયોજનની પૂર્ણ સફળતા માટે વહીવટીતંત્ર અને આયોજન સાથે જોડાયેલ સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવવાની સાથોસાથ યોગ્ય કરવા માંગ કરી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે