Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર સહીત રાજ્યભર ના માચ્છીમારોના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતા ખારવા સમાજ માં ખુશી

માચ્છીમારોના અનેક પડતા પ્રશ્નોનું નિરાકરણ આવતા ખારવાસમાજ ખુશખુશાલ બન્યો હતો. અને પોરબંદરમાં સાગરપુત્રોને મદદરૂપ બનનાર રાજયસરકારનો ખાસ આભાર માન્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જુનાગઢ ખાતે આવેલ હતા. ત્યારે માછીમારોના નવા બંદર, જુના બંદર રીપેરીંગ, પાર્કિંગની સમસ્યા, ડીઝલ કવોટા વધારવા, કેરોસીન અને પેટ્રોલમાં સબસીડી આપવી તેમજ બીજા અનેક કાર્યોનું ડીજીટલ ખાતમુહુર્ત વડાપ્રધાને કરેલ હતું. અને માછીમારોના કાર્યો માટે રાજયનાં મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીને વેરાવળથી જાહેરાત કરેલ.

સોમનાથ જીલ્લાનાં વેરાવળ, માઢવાડ, સુત્રાપાડા, બંદરે ફેઈઝ-૨ના ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જુનાગઢ ખાતેથી કરવામાં આવેલ. પોરબંદર મત્સ્ય બંદરખાતે રૂ।. ૧૨.૨૮ કરોડ ડ્રેજીંગનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢથી કરેલ. પોરબંદર મત્સ્યબંદર ખાતે અપગ્રેડેશનની કામગીરી માટે માપલાવાડી વિસ્તારમાં રૂ।. ૩૬.૦૦ કરોડનો વર્ક ઓર્ડર મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીએ વેરાવળ ખાતેથી ઈસ્યુ કરેલ. માછીમારોની માહે મે-૨૦૨૨ થી સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીની વેટ રીફંડ જે બાકી હતી તે રીલીઝ કરવામાં આવેલ. માછીમારો બંદર સ્થિત આવેલ કોઈપણ સરકાર માન્ય મત્સ્યોદ્યોગ સહકારી મંડળી ઉપરથી ડીઝલ ખરીદી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગણી હતી એ સરકાર દ્વારા માછીમારોની માંગણી સંતોષીને કોમન પંપો કરી દેવામાં આવેલ છે.

માછીમારોના ફીશીંગ હેતુ માટે વપરાશ કરવામાં આવતું ડીઝલ કવોટા વધારવાની વર્ષો જુની માંગણી હતી. તેમાં ૭૦૦૦ લી. થી ૧૦,૦૦૦ લીટર સુધીનો વધારો કરી આપવામાં આવેલ છે. ઓ.બી.એમ. હોડી ધારકોનાં મશીનની વર્ષ ૨૦૧૬/૧૭ ની સબસીડી બાકી હતી તે પણ રીલીઝ કરી દેવામાં આવી છે. ઓ.બી.એમ. હોડી ધારકોને પેટ્રોલ અને કેરોસીન બંન્નેમાં સબસીડી મળશે જેમાં રૂ। ૨૫ મળતા હતા તેમાં રૂા. ૫૦ મળશે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ઉપરોકત માછીમારોને ઘણી બધી રાહત આપી ને દિવાળીની શુભેચ્છા આપેલ તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત રાજયના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો ખારવા સમાજ દ્વારા વિશેષ આભાર વ્યકત કરાયો છે,અને સાથે સાથે સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા તેમજ ગુજરાત પ્રદેશ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગીનો પણ ખુબ ખુબ આભાર વ્યકત કરાયો છે.

આ સમગ્ર કાર્ય માટે ગુજરાત સમસ્ત ખારવા સમાજનાં પ્રમુખ-પોરબંદર સમસ્ત ખારવાસમાજના વાણોટ પવનભાઈ શિયાળ તથા અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળ ઉપપ્રમુખ- પોરબંદર માચ્છીમાર બોટ. એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ સતત પ્રયાસો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુનાગઢ ખાતે આવેલ ત્યારે પોરબંદરથી ૧૦૦ જેટલી બસો ભરીને તેમજ ખાનગી ગાડીઓ લઇને બહોળી સંખ્યામાં માછીમાર ભાઈઓ-બહેનોને સાથે લઇ ગુજરાત સમસ્ત ખારવાસમાજના પ્રમુખ પવનભાઈ શીયાળ તથા પંચ પટેલ, ટ્રસ્ટીઓ અને પોરબંદર માચ્છીમાર બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી સભ્યો આ બધા જ લોકોએ સમગ્ર ગુજરાતનાં માછીમારોના પ્રશ્નો હલ કર્યા તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ આભાર વ્યકત કરેલ.

ઉપરોકત માછીમારોની વર્ષો જુની સમસ્યાનું નિરાકરણ લાવવા સહભાગી બનવા બદલ ભારતીય જનતા પાર્ટીનાં તમામ સદસ્યોનો ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ સહીત પંચપટેલ ટ્રસ્ટીઓને આભાર માન્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે