Monday, September 26, 2022

|| तुम रक्षक काहू को डरना ||

ગુજરાત ખારવા સમાજ દ્વારા પોરબંદર સહીત રાજ્યભરના માછીમારો ના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ને રૂબરૂ રજૂઆત

પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ ની આગેવાની માં રાજ્ય ના ખારવા સમાજ ના ૧૫ આગેવાનો એ મુખ્યમંત્રી ની રૂબરૂ મુલાકાત લઇ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

ગાંધીનગર ખાતે સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ શિયાળ ની આગેવાની માં ભાજપ પ્રદેશ માછીમાર સેલ ના સંયોજક મહેન્દ્રભાઈ જુંગી ની મધ્યસ્થ થી સમગ્ર ગુજરાત ખારવા સમાજ માથી ૧૫ જેટલા આગેવાનો ની ટીમ સી.એમ.ને મળવા ગયેલ હતી.જેમાં માછીમારો ની વિવિધ સમસ્યાઓ નું નિવારણ લાવવા અંગે મુખ્યમંત્રી સાથે ખુબ જ વ્યવસ્થિત રીતે એક-એક મુદ્દાઓ ની ચર્ચા-વિચારણા થઈ હતી. અને ફીશરમેનો ની સમસ્યાઓ ની રજૂઆત કરવામાં આવેલ હતી.

આ રજૂઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ ખાત્રી આપેલ હતી કે ફીશરમેનો ની સમસ્યાઓ નો ઉકેલ વહેલા માં વહેલી તકે કરી આપવામાં આવશે. અને પોરબંદર મત્સ્યબંદર ખાતે અપગ્રેડેશનની કામગીરી માં રૂ।. ૬૧ કરોડ મંજૂર થયેલ છે તેનો વર્ક ઓર્ડર પણ તાત્કાલીક ઈસ્યુ કરવામાં આવશે.
સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલને મળી ને ત્યાથી ફીશીરીઝ મંત્રી જીતુભાઈ ચૌધરી ની મુલાકાત કરેલ હતી જેમાં ફીશીરીઝ મંત્રી જીતુભાઈ ચૌધરી એ ફિશરમેનો ના પ્રશ્નો નું નિવારણ ઝડપ થી કરવા માટે વહીવટી કાર્ય માટે અધિકારીઓ ને સૂચના આપેલ હતી.

સી.એમ. સાથે નીચે મુજબ ના મુદ્દાઓ ની ચર્ચાઓ કરવામાં આવેલ હતી.
 માચ્છીમારી હેતુ માટે બોટોમાં વરરાશમાં લેવામાં આવતું. જ્યારે સરકાર માન્ય મંડળીઓનાં પંપ ઉપરથી ખરીદ કરવામાં આવતુ હોય છે. તે ડીઝલનો ભાવ ગામ કરતા રૂ. ૩.૬૦ અંદાજીત વધારે હોય તે તાત્કાલીક પરત ખેંચવો.
 કોમન ડીઝલ પંપો કરવામાં આવે તો માચ્છીમારોને ધણી રાહતો થઈ શકે. જેવી કે ક્રેડીટ ફેસેલીટી, ક્વોલીટી, સમયની બચત વગેરે.
 માચ્છીમારી હેતુ માટે વપરાશ કરવામાં આવતુ ડીઝલનો વાર્ષિક ક્વોટો છેલ્લા ૩૦ વર્ષથી ૨૧૦૦૦ લીટર અને ૨૪૦૦૦ લીટર છે. જે અન્ય રાજ્યોમાં વાર્ષિક ક્વોટો ૩૫૦૦૦ થી ૯૦૦૦૦ લીટર છે. તેથી અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યનાં માચ્છીમારોને લાભ મળવો જોઈએ.

 ઓ.બી.એમ હોડીઓનાં મશીન કેરોસીન તેમજ પેટ્રોલ એમ બન્નેથી ચાલે છે. ધણીવાર માચ્છીમારો કેરોસીન ન મળવાનાં કારણે વધારે પુરતા પેટ્રોલનો ઉપયોગ કરતા હોય છે. જેથી આવા નાના માચ્છીમારોને પેટ્રોલની ખરીદીમાં રાહત આપવામાં આવે તેવી વિનંતી છે.
 ઓ.બી.એમ હોડીઓનાં મશીન બાકી રહેતી સબસીડી વહેલી તકે ચૂકવવા અંગે.
 જી.એમ.બી વિભાગ ની અંદર આવેલ મત્સ્ય હેતુનાં કામકાજનાં ધંધાર્થીઓને વીજ કનેકશન ન મળવાથી હેરાન પરેશાન થવુ પડે છે. માટે પી.જી.વી.સી.એલ માંથી જે પાર્ટીને સ્વખર્ચે લાઈટ કનેકશન લેવા બાબતે જી.એમ.બી વિભાગ દ્રારા એન.ઓ.સી આપવામાં આવે તો ધર્ધાર્થીઓને રાહત થઈ શકે.

 પાકિસ્તાન પકડાયેલ ખલાસીઓને સરકાર દ્રારા તેમના પરિવારને નિર્વાહ ભથ્થુ આપવામાં આવે છે. તો બોટ માલિકની બોટ અપહરણ થાય તેમને કોઈ સહાય આપવામાં આવતી નથી. તેથી ખલાસીનાં પરિવારને નિર્વાહ ભથ્થુ આપવામાં આવે તેમા બોટ માલિકનો સમાવેશ થવો જોઈએ. અને બોટ માલિકને તેમની તેમની રોજીરોટી રડવા માટે પેકેજ જાહેર થવુ જોઈએ.
 આ સિવાય અન્ય સમસ્યાઓ નું પણ વહેલી તકે નિવારણ કરવાની ખાત્રી આપેલ છે.

આ બાબતે પોરબંદર લોકસભા સાંસદ રમેશભાઈ ધડુક, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, તથા ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા નો પૂરો સાથ-સહકાર મળેલ છે.

આ સફળ રજૂઆત માં ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ શિયાળ ની સાથે પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, પોરબંદર ખારવા સમાજ ના પટેલ મનીષભાઈ શિયાળ, અખીલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, અખીલ ગુજરાત માછીમાર મહામંડળ ના મંત્રી પૃથ્વીભાઈ ફોફંડી, ભાજપ પ્રદેશ માછીમાર સેલ ના સંયોજક મહેન્દ્રભાઈ જુંગી, ભાજપ પ્રદેશ માછીમાર સેલ ના સદસ્ય હર્ષિતભાઈ શિયાળ, તથા માંગરોળ સમાજ ના વેલજીભાઈ મસાણી, જમનાદાસ વંદુર, તેમજ વેરાવળ, ભીડીયા, ઓખા, જાફરાબાદ, સુત્રાપાડા, તથા અન્ય આગેવાનો સી.એમ.સાથેની રૂબરૂ મુલાકાત માટે ગયેલ હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે