Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા જનરલ નોલેજ પરીક્ષા યોજાઇ: 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ક્લાર્કથી લઇને ઓફિસર સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી થતી અને વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સાથે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે સામાન્ય જ્ઞાન-બોદ્ઘિક કસોટીનું આયોજન કરવામા આવતુ હોય છે. ત્યારે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા પોરબંદરના વી.જે.મદ્રેસા સંકુલ ખાતે સામાન્ય જ્ઞાન-બોદ્ઘિક પરીક્ષા યોજાઇ હતી.

વિ.જે.મદ્રેસા ખાતે યોજાયેલ આ સામાન્ય જ્ઞાન-બોદ્ઘિક સ્પર્ધામાં ગુજરાતી મીડીયમ અને ઈંગ્લીશ મીડીયમના 300 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને વી.જે.મદ્રેસાના ઓન. સેક્રેટરી ફારૂક સૂર્યા અને પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગરએ વ્યક્તિના વિકાસ માટે સાચું અને સમયસર માર્ગદર્શન આપતી અનોખી સંસ્થા છે. વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપી ઉચ્ચ કારકિર્દી તરફ આગળ વધારવા અને બેરોજગારોને રોજગારલક્ષી માર્ગદર્શન પૂરું પાડી તેની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવા પ્રયત્નો કરવામાં આવે છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે