Monday, October 14, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં બહેનો માટે ગરબા, દાંડિયા તેમજ આરતીની થાળી ડેકોરેશન અને બાળકો માટે વેશભૂષા, ડાન્સ સ્પર્ધા સ્પર્ધા યોજાઈ

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ રચિત શ્રી મહેર મહિલા વિકાસ મંડળ – પોરબંદર દ્વારા મહેર જ્ઞાતિના બાળકો તેમજ બહેનો માટે એક સ્પર્ધાત્મક કાર્યક્રમનું આયોજન તા.14 અને શનિવારના રોજ મહેર સમાજ, ઝુંડાળા ખાતે કરવામાં આવેલ હતું.

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓની ખીલવવા તેમજ આત્મવિશ્વાસ વધારવા તથા બહેનોમાં સશક્તિકરણ અને સર્જનાત્મક શક્તિ બહાર લાવવા શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા નિયમિત રીતે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આ કાર્યક્રમમાં “વ્યક્તિત્વ વિકાસ” બેનર હેઠળ બાળકો માટે વેશભૂષા, ડાન્સ સ્પર્ધા તેમજ બહેનો માટે નવરાત્રી થીમ પર ગરબા, દાંડિયા તેમજ આરતીની થાળી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો હતો. જેમાં વેશભૂષા સ્પર્ધા વિભાગ – ૧માં વર્ષ ૧ થી ૫ સુધીના ૧૨ બાળકો તેમજ વિભાગ – ૨માં વર્ષ ૬ થી ૧૨ સુધીના ૨૦ બાળકો તથા ડાન્સ સ્પર્ધામાં વિભાગ–૧માં વર્ષ ૬ થી ૧૨ સુધીના ૧૬ બાળકો તેમજ વિભાગ – ૨ માં વર્ષ ૧૩ થી ૧૮ સુધીના ૧૦ બાળકોએ ભાગ લીધો હતો અને સ્ટેજ પર આવી પોતાની કૃતિ પ્રેક્ષકો સમક્ષ રજુ કરી હતી. બહેનોના વિભાગમાં નવરાત્રી થીમ પર દાંડિયા, ગરબા તેમજ આરતીની થાળી સ્પર્ધામાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ ખુબ જ સરસ રીતે શણગાર કરી પ્રસ્તુતિ કરવામાં આવેલ.
કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે અલ્કાબેન સામાણી, નીતાબેન વસાવડા તથા હીનાબેન લાખાણીએ હાજરી આપી હતી. અને બાળકોની તેમજ બહેનોની કૃતિ નિહાળી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી પરિણામ જાહેર કર્યું હતું. તેમજ સ્પર્ધકોને આગામી સ્પર્ધા માટે માર્ગદર્શન પૂરું પડેલ હતું.

આ કાર્યક્રમમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા, અરજનભાઈ ખીસ્તરીયા, ટ્રસ્ટી અરજનભાઈ બાપોદરા, જયેન્દ્રભાઈ ખુંટી, ખીમાભાઈ રાણાવાયા, સભ્ય પરબતભાઈ કેશવાલા, હમીરભાઈ ખીસ્તરીયા, રામદેભાઈ ગોઢાણીયા, વકીલ અનિલભાઈ ઓડેદરા, ઓઘડભાઈ ખુંટી, તેમજ મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયા, ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા, જયાબેન સુંડાવદરા, પુતીબેન મોઢવાડિયા, હીરાબેન રાણાવાયા, ગીતાબેન વિસાણા, કિરણબેન ઓડેદરા, દેવીબેન ભૂતિયા, રેખાબેન આગઠ, માયાબેન ઓડેદરા, શાંતીબેન એમ. ઓડેદરા, માલતીબેન જાડેજા, શાંતીબેન આર. ઓડેદરા, લીલુબેન ટીંબા, ડીમ્પલબેન ખુંટી, હંસાબેન ઓડેદરા, કિરણબેન ભૂતિયા સહિતના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલ સ્પર્ધકોને ઇનામ તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટીફીકેટ તેમજ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં વેશભૂષા વિભાગ – ૧માં પ્રથમ ક્રમાંક લેખા પ્રતાપભાઈ ઓડેદરા, દ્વિતીય ક્રમાંક જીશાંત મોહિતભાઈ કેશવાલા તેમજ તૃતીય ક્રમાંક જીયા રાજુભાઈ બોખીરીયા તથા વેશભૂષા વિભાગ – ૨માં પ્રથમ ક્રમાંક હીના બાબુભાઈ કારાવદરા, દ્વિતીય ક્રમાંક દક્ષ હિતેશભાઈ પરમાર તેમજ તૃતીય ક્રમાંક હિરવા રાજુભાઈ બોખીરીયા તથા ડાન્સ સ્પર્ધા વિભાગ – ૧માં પ્રથમ ક્રમાંક વૈદેહી પ્રકાશભાઈ ઓડેદરા, દ્વિતીય ક્રમાંક ધ્રૈયા પ્રતિકભાઈ ખુંટી તેમજ તૃતીય ક્રમાંક જાનવી રાજેશભાઈ રાણાવાયા તથા ડાન્સ સ્પર્ધા વિભાગ – ૨માં પ્રથમ ક્રમાંક હીર મુરુભાઈ ઓડેદરા, દ્વિતીય ક્રમાંક રમેશ જયેશભાઈ ગોઢાણીયા તેમજ તૃતીય ક્રમાંક ધ્રુવી હિતેશભાઈ પરમારે પ્રાપ્ત કર્યો હતો.

આ ઉપરાંત દાંડિયા શણગાર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હીનાબેન પ્રતાપભાઈ ઓડેદરા, દ્વિતીય ક્રમાંક રેખાબેન રાજુભાઈ ગોરાણીયા તેમજ તૃતીય ક્રમાંક હીરાબેન અરશીભાઈ ગોરાણીયા તથા આરતીની થાળી શણગાર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક જયશ્રીબેન રાજુભાઈ બોખીરીયા, દ્વિતીય ક્રમાંક હીનાબેન પ્રતાપભાઈ ઓડેદરા તથા ગરબા શણગાર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક જીયાબેન જયભાઈ ઓડેદરા, દ્વિતીય ક્રમાંક તૃપ્તિબેન રાજેશભાઈ વાઘેલા તેમજ તૃતીય ક્રમાંક દ્રષ્ટિબેન મિલનભાઈ ઓડેદરાએ મેળવ્યો હતો. તદઉપરાંત પ્રોત્સાહક ઇનામોમાં હીનાબેન પ્રતાપભાઈ ઓડેદરાએ સ્પર્ધામાં ઇનામ પ્રાપ્ત કરેલ હતું. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ડો. લાખીબેન ખુંટી તેમજ ક્રિષ્નાબેન ગરેજાએ કરેલ હતું. આ તકે સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ મહેર મહિલા વિકાસ મંડળના બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવી પ્રોત્સાહન પૂરું પાડેલ તેમજ તેઓની કામગીરીને બિરદાવી હતી. ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનોએ પણ શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા કરવામાં આવતી આ પ્રવૃત્તિઓને એકસુરે બિરદાવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે