રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા ગણેશ મહોત્સવ સાથે ધાર્મિક વેશભૂષા , ગણપતિ ના પ્રિય લાડુ ની સ્પર્ધા યોજાઈ હતી.
રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા આ સતત ચોથા વર્ષે શ્રી ગણપતિ બાપા ની સ્થાપના કરી ત્રણ દિવસીય ઉજવણી સાથે વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. શ્રી ગણપતિ બાપા ની સ્થાપના હિતેશ કારિયા ટિફિન સેવા સ્થળ રાધેશ્યામ મંદિર ખાતે રાખવામાં આવેલ જેમાં પ્રથમ દિવસે ઢોલ નગારા અને રાસ ગરબાની રમઝટ સાથે શ્રી ગણપતિ સ્થાપન કરવામાં આવેલ.
બીજા દિવસે બહેનો માટે વિવિધ પ્રકારના અલગ અલગ લાડુ ની સ્પર્ધા બહેનો માટે રાખવામાં આવેલ હતી. જેમાં ચુરમાના લાડુ, મોતી ચૂર ના લાડુ, બુંદીના લાડુ વિગેરે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો દ્વારા વિવિધ પ્રકારના લાડુ બનાવીને લાવવામાં આવ્યા હતા. તેમજ બાળકો માટે ધાર્મિક વેશભૂષા ની હરીફાઈ રાખવામાં આવી હતી. જેમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો શ્રી ગણેશ શ્રીરામ શંકર ભગવાન હનુમાનજી તેમજ વિવિધ માતાજીના સ્વરૂપોની વેશભૂષા કરી અને મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો. તેમ જ બહેનો માટે પરફેક્ટ મેચિંગ સ્પર્ધા રાખેલ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
ઉપરોક્ત તમામ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ તથા આઈસ્ક્રીમ કોન આપવામાં આવેલ હતા અને અંતે હાઉસી હાઉસી ગેમ્સ રમાડવામાં આવી હતી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે બિંદિયાબેન મોનાણી અને દર્શનાબેન ચોટાઈ એ સેવા આપી હતી તેમજ સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી શીલાબેન માખેચા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી એકતાના પ્રમુખ હિતેશ કારિયાના માર્ગદર્શન હેઠળ લેડી ટીમના પ્રમુખ ગીતાબેન તન્ના ની આગેવાની માં ભૂમિ કારિયા અલકાબેન દત્તાણી ક્રિષ્નાબેન પોપટ ભાવનાબેન તન્ના નીતાબેન લુકા જાનવી કારિયા નીરૂબેન રાયચુરા હેમાલી બુદ્ધદેવ ભારતીબેન અટારા વૈશાલી મોનાણી મીરાબેન પોપટ તૃપ્તિબેન સવજાણી શીતલબેન અટારા રેખાબેન સિરોદરિયા વગેરે જહેમત ઉઠાવી હતી