Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે સતત બીજા દિવસે સુરક્ષા એજન્સીઓના દિલધડક કરતબ થી લોકો રોમાંચિત

પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે ડીફેન્સ એક્સ્પો અંતર્ગત કોસ્ટગાર્ડ અને નેવી ના જહાજ લોકો માટે ખુલ્લા મુકાયા છે. જેની બીજા દિવસે પણ મોટી સંખ્યા માં લોકો એ મુલાકાત લઇ સુરક્ષા એજન્સીઓ ની કામગીરી ને લઇ ને ગર્વ અનુભવ્યો હતો.

ભારત દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બને તે હેતુથી ડિફેન્સ એકસપોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2022માં મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ ની થીમ સાથેના ડિફેન્સ એક્સપો-2022,પાથ ટુ પ્રાઈડના ભાગરૂપે તા.18 થી 22 ઓકટોબર દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ ના સજગ અને સાર્થક તથા ભારતીય નૌકાદળનું આઈ એન એસ બેતવા જહાજો ખુલ્લા રાખવામાં આવ્યા છે.

બીજા દિવસે પણ મોટી સંખ્યા માં શહેરીજનો અને શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ એ આ જહાજો ની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે અદ્યતન મેક ઈન ઈન્ડિયા જહાજો નિહાળી ખુબ ગર્વ ની લાગણી અનુભવી છે. અત્યાધુનિક મશીનરી અને સેન્સર સાથે ના આ જહાજો ગમે તેવી કપરી પરિસ્થિતિ નો સામનો કરવા સજ્જ છે. સજગ શીપ વિષે કોસ્ટગાર્ડ ના અધિકારીઓ એ વિદ્યાર્થીઓ ને માહિતી આપતા જણાવ્યું હતું કે આ શીપ એક વર્ષ પહેલા જ કોસ્ટગાર્ડના ભાથા માં સામેલ કરાયું હતું. જે ૧૦૫ મીટર લંબાઈ ધરાવે છે. તેમાં ઈન્ટેગ્રેટેડ બ્રીજ સીસ્ટમ, મશીનરી કંટ્રોલ સીસ્ટમ, પાવર મેનેજમેન્ટ અને બે હાઈસ્પીડ બોટ છે.આ જહાજની ઝડપ કલાક ના ૨૮ નોટીકલ માઈલ છે.

ઉપરાંત પેટ્રોલીંગ માટેની તમામ સાધન સામગ્રી, ઓટોમેટીક વેપન્સ સીમ્યુલેટર, એડવાન્સ લાઈટ હેલીકોપ્ટર, સીંગર એન્જીન ચેતક ચોપર અને પ્રદુષણ નિયંત્રણ વ્યવસ્થા પણ છે. અને તેમાં ને 12 અધિકારીઓ તેમજ 99 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સાંજે ૫ થી ૬ સુધી મુલાકાતીઓ કોસ્ટ ગાર્ડ અને નૌકાદળ દ્વારા દિલધડક ઓપરેશન્સ ડેમો નું નિદર્શન કર્યું હતું. જેમાં કોસ્ટગાર્ડ ડોર્નિયર દ્વારા શંકાસ્પદ બોટની ઓળખ કરવાની કામગીરી,દરિયામાં તેલ નિયંત્રણ ડેમો,સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન,ફ્લાયપાસ્ટ, રોશનીનો ડેમો વગેરે જોઈ લોકો રોમાંચિત થઇ ગયા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે