Warning: Undefined array key "options" in /home/porbandartimes/public_html/wp-content/plugins/pro-elements/modules/theme-builder/widgets/site-logo.php on line 192

Saturday, December 9, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં પ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ સર્જરી હાથ ધરાઈ

પોરબંદરના ડો.ગઢવી ડેન્ટલ એન્ડ મેક્ઝીલોફેશિયલ સર્જરી સેન્ટર ના નિષ્ણાંત ડો.હિમાંશુ ગઢવી (M.D.S) અને તેની ટીમ દ્વારા પોરબંદર ખાતે સૌ પ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ ( Zygomatic Implant ) ની જટિલ પ્રકારની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.આ સર્જરીમાં સહયોગ કરવા ડો. હિમાંશુ ગઢવી સાથે ડો. મિલન ફળદુ અને ડો.હર્ષ પીપળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગ્લોબલ હોસ્પિટલ ના અત્યાધુનિક ઓપરેશન થિયેટરમાં આ સર્જરી કરવામાં આવેલ જેમાં એનેસ્પેશિયા ડો. કૌશિક પરમાર અને ડો. હિરલ ખૂટી દ્વારા આપવામાં આવેલ. ગ્લોબલ હોસ્પિટલના જનરલ સર્જન ડો.રામ પરમાર, ફિઝિશિયન ડો. જીતેન વાઢેર તેમજ સમગ્ર ગ્લોબલ ટીમનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો હતો
સામાન્ય રીતે જે દર્દીમાં નોર્મલ ઈમ્પ્લાન્ટ કરવું શક્ય નથી હોતું અથવા બ્લેક ફંગસ (મ્યુકર માઈકોસીસ) જેવા ઇન્ફેક્શન ને લઈને જડબાનું હાડકું બહુ ઓછું હોય છે તેવા દર્દીઓમાં આ પ્રકારની જટિલ સર્જરી કરવામાં આવે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે