Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાશે ખાસ ઝુંબેશ:જાણો સંપૂર્ણ વિગત

કલેકટર કચેરી પોરબંદર ખાતે રાજકીય પક્ષો સાથે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, હાલમાં તા. ૨૩/૦૪/૨૦૨૩ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.૧૬/૦૪/૨૦૨૩(રવિવાર) અને તા.૨૩/૦૪/૨૦૨૩(રવિવાર)ના ખાસ ઝુંબેશના દિવસોના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા.૦૧/૦૪/૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓને માટે આ ઝુંબેશ મહત્વની રહેશે. નાગરીકો સરળતાથી પોતાના નામની નોંધણી કરાવી શકશે. તથા મહિલાઓ, વયોવૃધ્ધો તેમજ થર્ડ જેન્ડરના નામનો સમાવેશ કરવા માટે ખાસ કેમ્પેઇન પણ હાથ ધરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, તા.૦૧/૧૦/૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યક્તિઓ પણ મતદારયાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં.૬ ભરી શકશે, આગામી સમયમાં જ્યારે તેઓને ૧૮ વર્ષ પૂર્ણ થશે ત્યારે તેનો નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું નામ મતદારયાદીમાં દાખલ કરવામાં આવશે.

પોરબંદર જિલ્લામાં હાલ કુલ ૪,૮૯,૦૯૭ મતદારો તથા ૪૯૪ મતદાન મથકો છે. જિલ્લાનો જેન્ડર રેશિયો ૯૫૧ તેમજ EP રેશિયો ૬૭.૮૫% છે.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા.૧૬/૦૪/૨૦૨૩ (રવિવાર) અને તા.૨૩/૦૪/૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી જિલ્લાનાં તમામ વિધાનસભા મતવિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.

જો કોઈ મતદાર ઓનલાઈન ફોર્મ ભરવા માંગે તો Voter Helpline Application મોબાઈલમાં ડાઉનલોડ કરી અરજી કરી શકાશે. આ ઉપરાંત www.voterportal.eci.gov.in અને voters.eci.gov.in વેબસાઈટ પર જઈ સરળતાથી ફોર્મ ભરી શકે છે.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ જોષી, મામલતદાર તેમજ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગોમાં માટે હાલમાં તા.૦૫/૦૪/૨૦૨૩ થી ૨૩/૦૪/૨૦૨૩ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.૧૬/૦૪/૨૦૨૩(રવિવાર) તથા ૨૩/૦૪/૨૦૨૩(રવિવાર)ના ખાસ ઝુંબેશના દિવસના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા.૦૧/૦૪/૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે.

તેમજ તા.૨૩/૦૪/૨૦૨૩ સુધી મતદારયાદીમાં મતદારોના નામ, ફોટો વગેરે વિગતો ઉકત સમયગાળા દરમ્યાન તા. ૦૧/૦૪/૨૦૨૩ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર વ્યક્તિ ફોર્મ નં. ૬ ભરી પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરી શકશે તેમજ તા.૦૧/૧૦/૨૦૨૩ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર વ્યક્તિ પણ હાલના કાર્યક્રમમાં પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરવા માટે ફોર્મ નં.૬ ભરી શકશે, મતદારયાદીમાં કોઈ નામ સામે વાંધો લેવાનો હોય અથવા કમી કરવા માટે ફોર્મ નં. ૭ ભરી શકશે, તેમજ મતદારયાદીમાં રહેલ મતદારની વિગતોમાં સુધારો કરવા તથા એક જ વિધાનસભા મતવિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં તથા એક વિધાનસભા મતવિભાગમાંથી અન્ય વિધાનસભા મતવિભાગ ખાતે નામ ટ્રાન્સફર કરવા તેમજ ડુપ્લીકેટ એપિક મેળવવા માટે ફોર્મ નં. ૮ ભરી શકશે.

ઉપરોક્ત વિગતોના તમામ ફોર્મ કલેક્ટર કચેરી, અને પ્રાંત અધિકારીની કચેરી, મામલતદારની કચેરી, નગરપાલીકા, ગ્રામ પંચાયત ખાતે ઓફલાઈન તથા voterportel.eci.gov.in, voters.eci.gov.in તથા voter HelpLine પર ઓનલાઇન માધ્યમ થકી ભરી શકાશે. તેમજ આ ખાસ ઝુંબેશ અંતર્ગત તા.૧૬/૦૪/૨૦૨૩ તથા ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ દરેક મતદાન મથકો પર બુથ લેવલ ઓફીસર સવારના ૧૦ કલાકથી સાંજે ૦૫ કલાક સુધી ઊપસ્થિત રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે