Monday, October 14, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ની ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના આઠ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો

નારી શિક્ષણ ક્ષેત્રે છેલ્લા છત્રીસ વર્ષ થી  પોરબંદર જિલ્લા માં અનોખું સ્થાન ધરાવતી ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ  ના વિવિધ વિદ્યા શાખા ના  અધ્યાપક સહીત આઠ વિદ્યાર્થીઓ એ જૂનાગઢ ની ભક્ત કવિ નરસિંહ  મહેતા યુનિવર્સિટીમાં   ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર યુનિવર્સિટી માં સૌ થી વધુ ગોલ્ડ મેળવનાર  વિધાર્થીઓ ગોઢાણીયા સંકુલ ના  ફાળે જાય છે.,પોરબંદર જિલ્લા માં શિક્ષણ ક્ષેત્રે ગોઢાણીયા સંકુલ એ ઇતિહાસ  રચ્યો.  આ ગોલ્ડ મેડલ  મળવા પાછળ  નું પરિબળ એ છે કે, આ શંકુલની માળખાગત અત્યાધુનિક સુવિધા અને ડિજિટલ ટેક્નોલોજી સાથે ગુણવતા સુધારણા ને ટોચ અગ્રતા રહી છે.

પ્રારંભ માં પોરબંદર ની ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ડો કેતનભાઈ શાહ એ   જણાવ્યું હતું કે, ટ્રસ્ટના પ્રમુખ ડો, વિરમભાઈ ગોઢાણીયા ની નિયમિત હાજરી અને ગુણવતાસભર શિક્ષણ મેળવે તેવી ટ્રસ્ટ ની અપેક્ષા તેમજ માળખા ગત  અત્યાધુનિક સુવિધા ટ્રસ્ટ નું ધ્યય કે  વિદ્યાર્થીઓ ની નિયમિત હાજરી,  ડો વિરમભાઈ ની પ્રોત્સાહક પ્રેરણા રહ્યી છે કાવોલીફાઈડ ટીચિંગ સ્ટાફ ના કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયા એ અધ્યાપક સહીત આઠ વિદ્યાર્થીઓને  બિરદાવતા જણાવ્યું હતું કે,  અધ્યાપક સહીત આઠ છાત્રો યુનિવર્સિટી માં ગોલ્ડ મેડલ  મેળવે તે અભિનંદનીય છે. સંસ્થા ના વિકાસ ની સાથે ટ્રસ્ટ દ્વારા “ક્વોલિટી એજ્યુકેશન” પર વિશેષ પ્રાધન્ય રહ્યું છે.  સફળતા માટે વિદ્યાર્થીઓએ ચિંતા નહિ, પણ ચિંતન કરવા પર વિશેષ ભારમુકી. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ નું સન્માન થવું જોઈએ  વ્યક્તિ નું સન્માન એ શિક્ષણ ની પ્રગતિ ને પારા શીશી ગણાવી છાત્રો ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ. પ્રસંગે ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્ટટ અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું હતું કે, એજ્યુકેશન,, વિનયન, વાણિજ્ય,  સોશિયલ, અનેઆઈ. ટી.  ની વિદ્યાશાખા  માંથી આ વિદ્યાર્થીઓ એ ગોલ્ડ મેડલ મેળવ્યો છે,તેના પાયામાં “ફેકલ્ટી ડેવલોપમેન્ટ  પ્રોગ્રામ “  ના કારણે સકારાત્મક બદલાવ આ વ્યો છે.વ્યક્તિ ગત વિકાશ માટે મહત્વ પૂર્ણ સાબિત થયો છે  

આ તકે ગિર સોમનાથ ના પ્રભાસ પાટણ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટી નો તૃતીય પદવી દાન સમારંભ રામ મંદિર ઓડિટોરીયમ ખાતે તાજેતરમાં ગુજરાત ના રાજ્ય પાલ આચાર્ય દેવ વ્રત જી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો .જેમાં પોરબંદર ના ગોઢાણીયા સંકુલ ના  આધ્યાપક સહીત આઠ છાંત્રો ને  રાજ્ય પાલ આચાર્ય દેવરતજી ના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત થયા હતા. જેમાં વર્ષ, 22-23  23-24  માટે જાહેર થયેલ ગોઢાણીયા સંકુલ ના ઈંગ્લીસ  પી. જી સેન્ટર ના શ્રી યાસીકાબેન બિપિનકુમાર પરમાર,   ઇકોનોમિક  પી. જી  ડિપાર્ટમેન્ટ ના શ્રી રેણુકાબેન મકવાણા   એમ, એસ, સી.આઈ. ટી ડિપાર્ટમેન્ટ ના શ્રી ભૂમિકાબેન રૈ યા રેલા,  બી. એડ એજ્યુ કેશન ડિપાર્ટમેન્ટ ના શ્રી હીરાબેન ઓડેદરા, સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટ ના ત્રણ વિદ્યાર્થીઓ શ્રી પ્રતીકભાઈ પાંડા વદરા,  શ્રી શિવાંગી બેનગોસાઈ, અને એમ એસ ડબલ્યું ના શ્રી આશાવલા વિકાસા , તેમજ   એમ, કોમ,ડિપાર્ટમેન્ટ ના વિઝિટિંગ પ્રોફેસર ડો શાંતિબેન સીડા ને એલ. એલ. એમ ( માસ્ટર ઓફ લો ) માંનદ પદવી સાથે સુવર્ણ ચંદ્રક ગોલ્ડ મેડલ મેળવ્યો છે એમ પ્રોફેસર સહીત આઠ છાત્રો નો સમાવેશ થયો છે

 આ તકે પ્રિન્સિપાલ  ડો હિનાબેન ઓડેદરા ( શિક્ષણ વિદ્યાશાખા ) ડાયરેકટર  ડો સુલાભાબેન દેવપુરકર  ઈંગ્લીશ પી. જી ડિપાર્ટમેન્ટ ( ઈંગ્લીશ વિદ્યા શાખા )રેક્ટર ડો ભાવનાબેન કેશવાલા (ઇકોનોમિક ) જાનકીબેન કોટેચા, કિરણ બેનગોસ્વામી( વાણિજ્ય વિદ્યા શાખા ) ડો ધવલ ભાઈ ખેર (  આઈ. ટી. વિદ્યા શાખા ),રણમલભાઈ કરાવદરા ( સોશિલ વર્ક વિદ્યા શાખા )નું માર્ગદર્શન આ ગોલ્ડ મેડલ મેળવનાર ને મળ્યું હતું અત્રે ઉલ્લેખ નીય છે કે, જૂનાગઢ ની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માં ગોલ્ડ મેડલ ના આર્ટ્સ અને શિક્ષણ વિદ્યા શાખા ના આ જીવન દાતા ડો. વિરમભાઈ રાજા ભાઈ ગોઢાણીયા છે.

ટ્રસ્ટ ના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી યોગ ગુરુ જીવાભાઈ ખૂંટી,  મહિલા કોલેજ ના પ્રોફેસર ગણ, કર્મચારી ગણ સહીત ગોઢાણીયા મહિલા કોલેજ પરિવારે અનેરી સિદ્ધિ ને બિરદાવી ગૌરવ ની લાગણી મહેસુસ કરી હતી.ભક્ત કવિ નરસિંહ  મહેતા યુનિવર્સિટી માં ગોલ્ડ મેડલ મેળવી ને સંસ્થા નું ગૌરવ વધારવા બદલ ગોઢાણીયા સંકુલ ના મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શાન્તા બેન ઓડેદરા, શ્રીમતિ જયશ્રીબેન ગોઢાણીયા,   ભરતભાઈ વિસાણા સહીત ના ટ્રસ્ટીગણે ખુશી વ્યક્ત કરી અભિનંદન સાથે શુભેચ્છઓ પાઠવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે