Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ૭૩ માં વન મહોત્સવની જીલ્લા કક્ષા ની ઉજવણી કરાઈ

પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાના વન મહોત્સવનું જિલ્લા પ્રભારી તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અધ્યક્ષતામાં કેન્દ્રિય વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમાં ઊપસ્થિત મહેમાનો ઔષધિય છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કુદરતની અમૂલ્ય ભેટ એવા વૃક્ષોનું જતન અને રક્ષણ કરવાની આપણા સૌની જવાબદારી છે તેમ જણાવી ઓક્સિજનના સ્ત્રોત એવા વૃક્ષો નું વાવેતર કરવા સૌને અનુરોધ કર્યો હતો.ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત તમામ નિહાળ્યું હતું. તેમજ મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, નાયબ વન સંરક્ષક દીપકભાઈ પંડ્યા, કેન્દ્રિય વિદ્યાલયના આચાર્ય તેમજ બહોળી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે