પોરબંદર માં ૫ વર્ષ પૂર્વે સગીરા પર બળાત્કાર મામલે કોર્ટે આરોપી ને ૨૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા અને ૨૨ હજાર નો દંડ ફટકાર્યો છે.
પોરબંદર માં રહેતા અભિષેક દુષ્યંત સવનીયા નામના સખ્શ ને સગીરા સાથે પરિચય હતો. અને તા. ૮-૧-૨૦૧૯ ના રોજ રાત્રીના બાર વાગ્યા પછી સગીરા ના પિતા ની જાણ બહાર તેના ઘરેથી મોટર સાયકલમાં લઇ જઇ તેણી સાથે તેણીની ઇચ્છા વિરુધ્ધ આબરુ લેવાના ઇરાદે શારીરીક અડપલા કર્યા હતા. અને ત્યાર બાદ શારીરીક સબંધ બાંધી બળાત્કાર કરી અને ભોગ બનનાર પર ઉગ્ર જાતીય હુમલો કર્યો હતો.
જે અંગે સગીરા ના પિતા એ કમલાબાગ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી જે કેસ કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દવારા ૨૬ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૪ સાહેદો તપાસવામાં આવ્યા હતા કોર્ટ દવારા રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપી અભીષેકને કસુરવાન ઠરાવી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણ ની કોર્ટ દવારા ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.રર,૦૦૦ દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.