પોરબંદરમાં મિલકતના એક કેસમાં 35 વર્ષે કોર્ટે કબજો અપાવ્યો છે મહત્વની બાબતે છે કે મકાન માલિક ભાડુઆત અને કેસ ચલાવનાર એડવોકેટનું પણ અવસાન થઈ જતા તેમના વારસદારોએ આ કેસ આગળ ચલાવ્યો હતો.
પોરબંદરમાં વસવાટ કરતા લલીતકુમાર છગનલાલ મદલાણી ઘ્વારા ૧૯૯૦ માં ડો મધુસુદન શાંતીલાલ મોદી સામે તેની એમ જી રોડ ઉપર એસ બી આઈ બેંક ની ઉપર આવેલી મોટી મિલ્કત નો ખાલી કબજો મળવા માટે તેમના એડવોકેટ ભોગીભાઈ લાખાણી મારફતે દાવો કરેલો હતો પરંતુ ન્યાય પ્રક્રિયાની વીલંબના કારણે મકાન માલીક લલીતભાઈ મદલાણી નુ અવસાન થઈ ગયેલ હતુ અને તેમના એડવોકેટ ભોગીભાઈ લાખાણી નુ પણ અવસાન થઈ ગયેલ છે તેમજ ભાડુઆત ડૉ મધુસુદન મોદી નુ પણ અવસાન થઈ ગયેલ હતુ.
અને ત્રણેય ના વારસો એ કાનુની આગળ ચલાવેલી હતી અને નીચેની કોર્ટે ખાલી કબજાનુ હુકમનામુ કરતા ભાડુઆત ડો મધુસુદન મોદી ના વારસો એ ડિસ્ટ્રીકટ કોર્ટ માં અપીલ કરેલી હતી પરંતુ પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ લાખાણી તથા ભરતભાઈ લાખાણી ધ્વારા જોરદાર લડત આપતા ડિસ્ટ્રકટ કોર્ટ ઘ્વારા પણ ભાડુઆત ની અપીલ કાઢી નાખેલ હતી અને ત્યારબાદ મુળ મકાન માલીક લલીતભાઈ ના વારસ દીવ્યેશભાઈ મદલાણી એ પોરબંદર ની કોર્ટમાં મોટી મિલ્કત નો કબજો મળવા તેમના એડવોકેટ દિપકભાઈ લાખાણી ઘ્વારા દરખાસ્ત દાખલ કરતા અને સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટ ના માર્ગદર્શન ને ધ્યાને રાખી ત્વરીત કાર્યવાહી કરી સીવીલ જજ ઠાકર ઘ્વારા કોર્ટ ના બેલીફ મારફતે કબજો માલીક ને આપી દેવા હુકમ કરતા અને કોર્ટ ના બેલીફ ધ્વારા મિલ્કત ઉપર ભાડુઆતે મારેલા તાળા તોડી નાખી મકાન માલીક ને મિલ્કત નો ખાલી કબજો અપાવેલ છે.
તે રીતે ૧૯૯૦ માં કરેલી કાર્યવાહી નો ૨૦૨૫ માં એટલે કે ૩૫ વર્ષ અંત આવેલ છે અને તે રીતે ન્યાય તંત્રમાં દેર છે પણ અંધેર નથી તેવુ ફરી એકવાર પુરવાર થયેલ છે અને જો પક્ષકારો માં ધીરજ રાખવાની ક્ષમતા હોય તો ચોકકસ સારુ પરીણામ મેળવી શકાય તેવુ આ ચુકાદા થી પ્રસ્થાપીત થયેલ છે. આ કામમાં પોરબંદર ના જાણીતા એડવોકેટ દિપકભાઈ લાખાણી, ભરતભાઈ લાખાણી, હેમાંગ લાખાણી, અનીલ સુરાણી, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, જયેશ બારોટ, તથા નવધણ જાડેજા રોકયેલા હતા.