Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના બરડામાં સિંહનો વસવાટ બંધ રાખવા સાંસદે ભલામણ કરતા વિવાદ

પોરબંદરના સાંસદે વનમંત્રીને ભલામણ કરીને બરડાડુંગરમાં સિંહોનો વસવાટ કરવાનો પ્રોજેકટ પડતો મુકવા માંગ કરી છે. ત્યારે તેની સામે સિંહપ્રેમી યુવાને આક્રોશ વ્યકત કરીને જણાવ્યું છે કે, બરડાડુંગરમાં સિંહના વસવાટથી અનેક પ્રકારના ફાયદા થશે. ટુરીઝમ ક્ષેત્રે વિકાસની સાથોસાથ સિંહની અવરજવરથી બુટલેગરો દ્વારા દારૂની ભઠ્ઠીઓ બંધ કરી દેવાતા ઝહેરીલી શરાબનું વેચાણ પણ બંધ થશે તેમ જણાવ્યું છે.

પોરબંદરના સિંહપ્રેમી રાજુભાઈ ઓડેદરાએ જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના કેટલાક લોકો દ્વારા પોરબંદરના સાંસદ રમેશ ધડુકને રજૂઆત કરવામાં આવી હતી કે, રાણાવાવ તાલુકાના બરડા જંગલ વિસ્તારમાં સિંહ વસવાટ બંધ કરાવવો જોઈએ,તે અંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે વન પર્યાવરણ વિભાગ મંત્રી મુળુભાઈ બેરાને આ અંગે યોગ્ય કાર્યવાહી કરાવવા ભલામણ કરવામાં આવી છે. ત્યારે પોરબંદરના બરડા વિસ્તારમાં સૂચિત સિંહ વસવાટ પ્રોજેકટ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમ જણાવીને રાજુ ઓડેદરાએ આક્રોશ વ્યકત કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે, હાલમાં ગીરના જંગલમાં સિંહ બે ત્રણ દિવસે એકાદ વાર સમાચારનું માધ્યમ બને છે કારણકે ગીરના જંગલનું ક્ષેત્રફળ તેમના માટે નાનું બન્યું છે અને સિંહની વસ્તી ખૂબ ફાલીલી છે અને આજ કારણે સિંહ વચ્ચે ઈનફાઈટના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને ઘણીવાર માનવ વસાહતમાં ચડી આવે છે અને માલઢોરનો શિકાર કરે છે તો ઘણી વાર ગીર અને બૃહદ ગીર વિસ્તાર છોડી અને નવા નવા રહેઠાણની શોધમાં માઈગ્રેટ કરતા રહે છે અને છેક જસદણ સિહોર પોરબંદર વિસ્તાર સુધી પણ પહોંચી જાય છે જેનું છેલ્લું ઉદાહરણ પોરબંદર વિસ્તારમાં ચડી આવેલ કોલંબસ નામનો સિંહ છે.ઉપરોક્ત કારણોસર ભૂતકાળમાં સિંહને ગુજરાત બહારના રાજ્યમાં પણ વસાવવવાની વાત થતી રહે છે પરંતુ ઉત્તર ભારત,દક્ષિણ ભારત અને નોર્થ ઇસ્ટના રાજયમાં સિંહને વાતાવરણ માફક આવે એવું નથી જ્યારે મધ્યભારત અને રાજસ્થાન માફક આવે એવું વાતાવરણ છે પરંતુ ત્યાંનાં જંગલમાં વાઘનો વસવાટ છે એટલે આ જંગલમાં સિંહ વસાવવા શક્ય નથી સરેરાશ ઊંચાઈ અને સિંહની સરખામણીમાં વજનમાં વધુ વાઘ પણ એક તાકાતવર બિગ કેટ છે પરંતુ એકલવાયું જીવન જીવે છે એમની વચ્ચે અથડામણ થતી રહેવાનો ભય છે એટલે બંને વચ્ચે ઇન ફાઇટ થતી રહેતાં બંને પ્રાણીઓનો જીવનો ભોગ અવારનવાર બનવાના સંજોગ છે.

તો ઉપરોક્ત સમસ્યાનો હલ અને નિવારણ શું ગણવું ? એ પણ એક સવાલ છે પણ તેના ઘણાં નિરાકરણ પણ છે સિંહ કાઠિયાવાડ અને ગુજરાતની આન, બાન અને શાન છે કાઠિયાવાડ અને ગીરનું ઘરેણું છે ગીર કાઠિયાવાડના લોકોને પણ સિંહ પ્રત્યે આત્મીયતા અને મિત્રતા છે એકબીજાની ઓળખ અને પર્યાય બની ચુક્યા છે એટલે ગુજરાત બહાર ખસેડવા એ વિકલ્પ પણ નથી,ગુજરાતમાં આવતા પ્રવાસીઓ દ્વારિકા સોમનાથ પછી સિંહ દર્શનનો ત્રીજો વિકલ્પ પસંદ કરે છે એટલે ગુજરાત બહાર સિંહ વસાવવામાં આવે તો ગુજરાત ટુરિઝમ વિભાગ અને સરકારને મોટા પ્રમાણમાં નુકશાન થાય એ નગ્ન સત્ય પણ કાઠિયાવાડ અને ગુજરાતના લોકોએ ધ્યાને લેવું જોઈએ આજે જૂનાગઢ તાલાળા અને ગીર બૃહદ ગિરનો ટુરિસ્ટ વિકાસ થયો હોય તો એ છે સિંહ દર્શન જેના લીધે આસપાસ ઘણી હોટલ રિસોર્ટ નિર્માણ પામ્યા અને હજારો લોકોની રોજગારી ઉભી થઇ છે તે પણ સત્ય હકીકત છે.

ઉપરોક્ત સમસ્યાનું નિવારણ શું ગણવું? તો ઘણા વિકલ્પ છે સૌથી પહેલો વિકલ્પ છે દ્વારિકા અને સોમનાથ વચ્ચે આવતો પોરબંદર વિસ્તાર ત્યાં આવેલ બરડા ડુંગર અને તેની આસપાસ આવેલ બરડા અભ્યારણ્ય કારણકે સિંહને વાતાવરણ અને ખોરાક બંને રીતે બરડો વિસ્તાર માફ ક આવે તેવું વાતાવરણ ધરાવે છે છે વળી અહીં ભૂતકાળમાં સિંહનું નિવાસસ્થાન પણ હતું પણ ગેરકાયદેસર શિકાર વગેરેના કારણે બરડા વિસ્તારમાં સિંહ લુપ્ત થયા. બીજું કારણ એ છે કે પોરબંદર શહેર દ્વારિકા સોમનાથ પછીનું એક નવું તીર્થ ક્ષેત્ર છે અહીં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે લોકો અહીં આવે છે પણ પોરબંદર શહેર દ્વારિકા અને સોમનાથ વચ્ચે આવેલ શહેર છે એટલે પોરબંદરમાં આવેલ રાજય બહારના પ્રવાસીઓ બહુ ઓછું રાત્રી રોકાણ કરે છે ક્યાં તો સોમનાથ પસંદ કરે અથવા દ્વારિકા બે માંથી એક જગ્યા પસંદ કરી અને વચ્ચે પોરબંદરમાં મહાત્મા ગાંધી અને સુદમા મંદિરના દર્શન કરી નીકળી જાય છે એટલે પોરબંદર શહેરના ટુરિસ્ટ અને હોટલ ઉદ્યોગ દિન પ્રતિદિન ખાડે જતો રહ્યો છે હકીકત એ છે કે દ્વારિકા સોમનાથ આવતા પ્રવાસીઓ જો પોરબંદર પહેલાં આવે તો ખ્યાલ આવે કે પોરબંદર અને તેની આસપાસ શું છે માત્ર છત્રીસ કિલોમીટર દૂર વિશ્વ પ્રસિદ્ધ હર્ષદ માતાજી મંદિર ત્યારબાદ આશરે રાણાવાવથી ભાણવડ વિસ્તાર કાપી અને જમીન માફિયા પ્રકૃતિને નુકશાન પહોંચાડે છે અધૂરામાં પૂરું જંગલમાં દેશી કેમિકલ યુક્ત દારૂની ફેકટરીઓ ધમધમે છે જે ઘરૂ પોરબંદર શહેર રાણાવાવ આદિત્યાણા અને બરડા વિસ્તારના અન્ય ગામડાઓ સુધી થાય છે એ પણ હકીકત છે

બરડા ડુંગરના સ્થાનિક માલધારીઓએ સાંસદ રમેશભાઈ ધડુક આગળ પહોંચ્યા કે બરડા વિસ્તાર અને પોરબંદરમાં સિંહ વસવાટ અટકાવો એટલે સાંસદે વનમંત્રીને સૂચન કર્યું કે પોરબંદરમાં સિંહ વસવાટ અટકાવો કારણકે કારણ વગરની જીવ હિંસા થશે ગાય બકરાં અને માલધારીને નુકશાન થાય છે.સમગ્ર સત્ય એ છે કે જો પોરબંદર વિસ્તાર આસપાસ સિંહનો વસવાટ થાય તો પોરબંદર વિસ્તારને ઘણા ફાયદા થશે પહેલું પોરબંદર વિસ્તારમાં ટુરિઝમ વધશે એટલે વ્યાપારને વધશે બીજું બરડા વિસ્તારમાં ગેરકાયદેસર માઇનિંગ બંધ થઈ જશે ત્રીજું બરડા ડુંગર અને તેની આસપાસ દારૂ બંધ થતાં ઘરૂનું દુષણ અટકશે ભઠ્ઠીઓ

ઉપરાંત માધવપુરથી મિયાણી સુધી ગેરકાયેદર ગૌચર સરકારી પડતર અને અન્ય જમીન ઉપર જે ખાણ ખનીજ ઉત્ખનન થઈ રહ્યું છે તે અટકાવવું હોય તો સમગ્ર જમીન વન વિભાગને હવાલે કરી ત્યાં વિનીકરણ કરવું જોઈએ જેથી સમુદ્રકિનારે થતું દુષણ પ્રદુષણ અટકે અને એ વિસ્તારોમાં પણ સિંહ વસાવી શકાય એમ છે પોરબંદર ઓર વચ્ચે આવેલ વન્ય વિસ્તાર હવે સમગ્ર સોમનાથ હાઇવે ઉપર સરકારે વિકાસ કરવો હોય તો વધારવો પડે. સાંસદ આ બાબતમાં સંપૂર્ણ જાણકારી ધરાવે છે પણ પોતાની મતબેન્ક સાંચવવા સમગ્ર પ્રકૃતિ અને વિસ્તારના વિકાસને નુકશાન કરવાનું પણ કાર્ય કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ સાંસદ સામે કર્યો છે અને બરડામાં જ સિંહોનો વસવાટ થાય તે માટે આ સિંહપ્રેમી યુવાન રાજુ ઓડેદરાએ માંગ કરી છે.

સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે વનવિભાગે જ કરી છે જગ્યાની પસંદગી પોરબંદરના સિંહપ્રેમી યુવાન રાજુ ઓડેદરાએ એવી દલીલ કરતા જણાવ્યું છે કે, ગીરના જંગલમાં અચાનક કોઈ રોગચાળો ફાટી નીકળે અને સિંહોની પ્રજાતિને કોઈ નુકશાન થાય તો તેનું બીજું નિવાસસ્થાન નજીકમાં હોવું જરૂરી છે અને આ બાબતને ધ્યાને રાખીને રાજયસરકાર અને તેના વનવિભાગે જ બરડાડુંગરના સાતવીરડાનેસ ખાતે સિંહોના જતન અને સંવર્ધન માટે વર્ષોથી આયોજન હાથ ધરીને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમને પુરતું ભોજન મળી રહે તે માટે ચિતલ ઉછેર કેન્દ્ર પણ બનાવાયું છે અને હાલમાં ત્યાં અડધો ડઝનથી વધુ સિંહો ત્યાં વસવાટ પણ કરી રહ્યા છે. અહીયા તેઓને બરડાડુંગરનું વાતાવરણ માફક પણ આવી ગયું છે. તેથી સિંહોના બીજા ઘર એવા બરડા પર્વન ઉપરનો સિંહનો વસવાટ બંધ રાખવાની ભલામણ કરી છે તે પત્ર પાછો ખેંચી લેવો જોઈએ અને સિંહોનો અહીંજ ઉછેર અને વસવાટ થાય તે માટે પુરતો સાથ સહકાર આપવો જોઈએ તેવી માંગણી રાજુ ઓડેદરા દ્વારા થઇ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે