Monday, October 14, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં પ્રેમલગ્ન કરેલ પરણીતા ના આપઘાત મામલે પતી અને બે નણંદ સામે ફરિયાદ

પોરબંદર માં પ્રેમ લગ્ન કરેલ પરણીતા એ અઠવાડિયા પૂર્વે એસીડ પી આપઘાત કરી લીધો હતો. જે મામલે મૃતક ના માતા એ પરણીતા ના પતી અને બે નણંદ સામે પોતાની પુત્રી ને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલા ગામે મારુતિનગર માં રહેતા ભારતીબેન મહેશ પરમાર ( ઉ.વ.૫૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેને સંતાન માં ચાર પુત્રી છે. જેમાં સૌથી મોટી કિંજલ ને પોરબંદર ના નગીનદાસ મોદી પ્લોટ માં રહેતા ધવલ દેવજી જેઠવા સાથે પ્રેમસબંધ હોવાથી ચાર વર્ષ પૂર્વે તેની સાથે જ્ઞાતિ ના રીતરિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા. ગત તા.૧૪/૯ તેની પુત્રી કિંજલે એસીડ પી લીધું હોવાની તેના સાસરિયા એ જાણ કરી હતી અને કિંજલ ને રાજકોટ લઇ જતા હોવાનું જણાવતા ભારતીબેન અન્ય પરિવારજનો સાથે તુરંત રાજકોટ દોડી ગયા હતા. જ્યાં કિંજલ બેભાન અવસ્થા માં હતી અને ત્યાર બાદ તેનું મોત થયું હતું. આથી તેને પતી ધવલ ઉપરાંત બે નણંદો પ્રીંયકા દેવજીભાઈ જેઠવા તથા બગસરા ના લાતી પ્લોટ માં રહેતી રેશ્માબેન રવિભાઈ જેઠવા સામે પોતાની પુત્રી ને માનસિક ,શારીરિક ત્રાસ આપી ,હેરાન કરી મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ માં ભારતીબેને એવું જણાવ્યું હતું કે કીંજલના લગ્ન બાદ આશરે એકાદ વર્ષ પછી તેણે ફોન કરી ઘરમાં માથાકુટ થતી હોવાની વાત જણાવેલ. જેથી તેઓ પોરબંદર આવ્યા હતા ત્યારે કીંજલે જણાવેલ કે, નણંદ પ્રીંયકા દેવજીભાઈ જેઠવા તથા રેશ્માબેન રવી જેઠવા બન્ને નણંદ ઘરના કામ -કાજ માટે મેણા-ટોણા મારે છે તેમજ તને કંઈ કામ આવડતું નથી તેવી વાતો કરી હેરાન પરેશાન કરે છે જેથી તેઓ કિંજલ ને સાવરકુંડલા સાથે લઇ ગયા હતા ત્યારબાદ આશરે બે-ત્રણ માસ બાદ કીંજલના સાસુ જશુબેન દેવજીભાઈ જેઠવા તથા કીંજલના સસરા દેવજીભાઈ બચુભાઇ જેઠવા, તેમજ ધવલના મામા કાળુભાઈ ઘરે આવેલ અને કીંજલને આવી રીતે હેરાન પરેશાન ન કરે તેવી જવાબદારી લીધેલ હતી આથી તેઓને દિકરીનું ઘર ચલાવવું હોવાથી કીંજલને તેની સાથે પોરબંદર ખાતે મોકલાવેલ હતી.

ત્યારબાદ કિંજલ તેના પતિ અને સાસુ સસરા સાથે આશરે છ સાત મહીના સુધી રહેલ તે દરમ્યાન ફરીથી કીંજલે ફોન કરી ધવલ માથાકુટ કરતો હોવાનું જણાવતા તેઓ ફરી પોરબંદર દોડી આવ્યા હતા ત્યારે કીજલે જણાવ્યું હતું કે ધવલ અવાર-નવાર માથકુટ કરે છે અને મારઝૂડ કરે છે. જેથી તેઓ ફરી કીંજલને સાવરકુંડલા સાથે લઇ ગયા હતા અને કીંજલ આશરે બે મહીના સુધી રીસામણે રહેલ હતી ત્યારે ફરીવાર કીંજલના સાસુ, સસરા, તથા ધવલના મામા ઘરે આવેલ અને હવેથી ધવલ કીંજલને હેરાન નહીં કરે અને કોઇ ઝઘડો નહીં કરે તેવી બાહેધરી આપતા હોવાથી દિકરીનું ઘર ન બગડે તે માટે તેની સાથે મોકલેલ હતી. ત્યારબાદ બાદ થોડા સમય પછી કીજલને ફોન વાપરવાની પણ મનાઈ કરેલ હતી.

ત્યારબાદ ગયા વર્ષ દેવ દિવાળીના સમય દરમ્યાન પોરબંદર ખાતેથી મારી કીંજલની નણંદ રેશ્માનો ફોન આવેલ કે, તમારી દીકરી કીજલ વહેલી સવારે ઉઠીને અમને કાંઇ કીધા વગર ક્યાંક જતી રહેલ છે. જેથી મે અમારા પરીવારજનોને પણ ફોન કરી કીંજલ બાબતે પુછપરછ કરેલ હતી. ત્યારબાદ આશરે એકાદ કલાક પછી જુનાગઢ ખાતે રહેતી મારી બહેનનો દીકરો દેવભાઈ નારણભાઈ ઝાલાનો મારા ફોનમાં ફોન આવેલ અને મને જણાવેલ કે, કીંજલ અહીં જુનાગઢ ખાતે આવી ગયેલ છે. જેથી હું જુનાગઢ ખાતે મારી બહેનના ઘરે ગયેલ. ત્યારે મારી દીકરી કીંજલે અમને જણાવેલ કે, રાત્રીના સમયે મારી બન્ને નણંદ પ્રીયકા અને રેશ્માએ ધવલને ચડાવી મોકલેલ હોવાથી મારી સાથે વગ૨ વાંકે ઝઘડો કરેલ અને માર મારેલ હતો તેમજ મને ફોન પણ કરવા દિધેલ ન હતો જેથી ધવલ અને બીજા ઘરના સભ્યો સુતેલ હોવાથી અહી જુનાગઢ ખાતે આવી ગયેલ, જેથી હું મારી દીકરી કીંજલને ફરીથી મારી સાથે અમારા ઘરે સાવરકુંડલા ખાતે લઈ ગયેલ હતી.

તે પછી આશરે બે મહીના બાદ અમારા ઘરે કીંજલના સાસુ, સસરા, તથા ધવલના મામા અને હસુભાઇ સાંતીલાલ વાઘેલા રહે. બગસરા એમ ચારેય જણા આવેલ અને કીજલને પોરબંદર ખાતે મોકલવા જણાવેલ જે

થી મે જણાવેલ કે, ધવલ આવશે અને અમારી સાથે વાતચીત કરશે ત્યારે અમે મોકલશું જેથી જમાઈ ધવલ ચાર-પાંચ દિવસ પછી આવેલ અને અમારી સાથે વાતચીત કરેલ અને પોતે માફી માંગી ફરીવાર આવુ નહીં બને તેવી ખાત્રી આપેલ જેથી અમે ધવલ સાથે મોકલવેલ હતી. તે પછી હું અહીં પોરબંદર ખાતે આવતી ત્યારે મારી દીકરી નાના મોટા ઝઘડાની ફરીયાદ કરતી પરંતુ મારી દીકરીને ઘર ચલાવવું હોય જેથી આ લોકોનો દુઃખ ત્રાંસ સહન કરી અહી રહેતી હતી. તેમજ રેશમા તેના સાસરા પક્ષમાં ઝઘડો તકરા૨ કરી આવે ત્યારે રેશમા અને પ્રીંયકા બન્ને કીંજલને પણ તે આવી રીતે હેરાન પરેશાન કરતા હોય જેમા હાલમાં આ રેશ્મા પણ ફરીવાર અહી આવેલ હતી જેથી કીંજલને તેની નંણદ રેશમાબેન , પ્રીયંકા તથા કીંજલનો પતિ ધવલ દેવજીભાઇ જેઠવા વગેરે એ મરવા મજબુર કરી હોવાથી તેણે એસીડ પી આપઘાત કર્યો હતો જેથી તેની સામે ધોરણસર થવા વિનંતી કરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે