Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે દ્વિદિવસીય સંસ્કૃતિ ચિંતન નો પ્રારંભ

સાન્દીપનિ વિધાનિકેતનના આંગણે જ્ઞાન, સાહિત્ય, સંસ્કૃતિ અને ચિંતનનું પર્વ એટલે કે સંસ્કૃતિ પર્વનો પ્રારંભ ત્રશપિકુમારોના વેદ પાઠ સાથે અને પૂજ્ય ભાઈશ્રી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યગેશભાઈ જહા અને અતિથિ વિશેષ રામ માધવે દ્રારા દીપ પ્રાગટય સાથે થયો.

ભાગ્યેશ જહાં
ભારતીય સંસ્કૃતિના સાહિત્યના અદ્ભુત આયામ વિષે આયોજીત સંગોષ્ઠી એટલે સંસ્કૃતિ અને સાહિત્યના સંગમની આ જ્ઞાનગોષ્ઠિની ભૂમિકા સ્પષ્ટ કરતા ભાગ્યેશભાઈ જહાએ જણાવ્યું કે ભારતમાં સાંસ્કૃતિક સંરક્ષણ કેવી રીતે કરવું તેના જે ટોપર્થીન્કર્સ છે તેમાંના એક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રી છે અને બીજા રામ માધવજી
છે. આ સંસ્કૃતિ ચિંતનનો પ્રયોગ બીજો પ્રયોગ છે જ્યારે આપણે વિદ્વાન ચિંતકોને બોલાવી આ પ્રકારની ગોષ્ઠીનું આયોજન કર્યું છે.
પૂજ્ય ભાઇશ્રીનું ઉદ્બોધન
પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે સંસ્કૃતિ ચિંતનનો પ્રારંભ થયો ત્યારબાદ કોવિડના કારણે ત્રણ વર્ષ સુધી કાર્યક્રમ કરી શકાયો નહીં. પૂજ્ય મોરારિબાપુને ત્યાં બધા સાહિત્યકારો એકત્રિત થઇને ચિંતન કરતા હતા. સમય-સમય પર કોઇ સાહિત્ય સર્જક સાથે વાર્તાલાપ થતો ત્યારે તેઓ પણ તેમની ભાવના પ્રગટ ડરતા કે ક્યારેક સાન્દીપનિમાં અમને પણ આવવાનો અવસર મળે. એટલે વર્ષમાં એકવાર અહીં સુદામાની ભૂમિમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળમાં વર્ષમાં એકવાર આપણે બે દિવસ સાત્ત્વિક-તાત્વિક ચિંતન કરીએ અને માનવજીવનના પ્રત્યેક પાસાને સ્પર્શ કરનારા સાહિત્ય, જિંદગીના દરેક પાસાની પોતાની એક સમસ્યા હોય છે અને એ સમસ્યાનું
સમાધાન ત્રશપિઓથી લઇને વર્તમાનમાં આપણા સૃજનશીલ સાહિત્ય મનીષી દ્રારા મળતું રહ્યું છે. એક પંક્તિ હું વારવાર કહેતો હોઉં છું…
અંધકાર હી હૈ વહા, જહાં આદિત્ય નહીં હૈ
હૈ વહ મર્દા દેશ જહાં સાહિત્ય નહીં હૈ
સાહિત્ય કે અભાવ મેં આદર્શ કહાં હૈ?
અગર નહીં હૈ આદર્શ તો જીવન કહાં હે?

સૂર્યને વેદોમાં સૃષ્ટિની આત્માના રૂપમાં દર્શાવ્યો છે. જ્યારે આદિત્યની સાથે સાહિત્યની તુલના કરીએ ત્યારે સ્પષ્ટ છે કે સાહિત્ય સમાજની આત્મા છે. સાહિત્યના અભાવમાં બિલ્કુલ આત્માથી ચેતનાથી રહિત સમાજ થઈ જાય છે. સાહિત્ય સાડા ત્રણ અક્ષરનો આ શબ્દ છે. સાહિત્ય એટલે જેનામાં એક સંવાદિતા કાયમ કરવાનું સામર્થ્ય હોય એવો અર્થ નથી. સાહિત્યકારોમાં વિસંવાદિતા નથી હોતી, પરંતુ ડીબેટ જબરદસ્ત હોય છે. પરંતુ વિચાર પાર્થક્યતા વાસ્તવમાં વૈચારિક સમૃધ્ધિ માટે જરૂરી છે. આપણે દરેક વિચારને એટેન્ટીવલી સાંભળીને સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. તે વિચાર સાથે સહમત થવું કે ન થવું એ અધિકાર આપણો છે.

વોલ્ટરનું પ્રસિધ્ધ વાકય છે કે, “કદાચ હું તમારા વિચારો સાથે સહમત ન થઉં પરંતુ તમને તમારા વિચારોને અભિવ્યકત કરવાનો તમારો જે અધિકાર છે તેની રક્ષા તો હું કરીશ.’ આ જવેચારિક મંથન છે તેમાં પણ ભાવ કંઇક આવો જ છે. જ્યારે સાહિત્યકારો અને શબ્દોની ઉપાસના કરનારા મનીષીઓ છે તેમાં પણ વિસંવાદિતા બહુ સુરીલી હોય છે. જ્યારે તમારા વિચારો હારી જાય છે ત્યારે તમે મારામારી ઉપર ઉતરી આવો છો. સાહિત્યમનીષીઓમાં જયારે ડીબેટ થાય છે. એ ડીબેટને તો ભગવાને ભગવદ્‌ ગીતામાં પોતાની વિભૂતિ ગણાવી દીધી.

કોઈ સારો સંગીતકાર હોય તે કોઈપણ રાગના આરોહ-અવરોહમાં કયારેક વચ્ચે એવો વિવાદી સૂર છેડે છે કે જેનાથી રાગનું સૌન્દર્ય વધી જાય છે. વિવાદ પણ એવો જ હોવો જોઈએ.આ એક વિચાર અને મંથનનું સત્ર છે. આ વિચારમંથનમાંથી સમાજને કંઇક નવનીત પ્રામ થાય અને એ બધાનું હિત કરનારું હોય. સાહિત્ય શબ્દમાં
અંતિમ “ત્ય’ છે તે મને લાગે છે કે ઈટસ મેક સેન્સ. તો મારે મારા આગ્રહનો ત્યાગ કરી અને તાળી વગાડવાની અને દિલિથી સ્વીકારવાનું અને જાણીને સમજ્યા પછી જો તમારું હૃદય સ્વીકારે તે ત્યાગ. તો સંવાદ બહુ જરૂરી છે.

લેખક, વિચારક, વકતા – રામ માધવ
રામ માધવે “ભારત, ભારતીય અને ભારતીયતા’ પર વકતવ્ય આપતા જણાવ્યું કે ગુજરાત ભારતને મહત્વપૂર્ણ યોગદાન આપનારું રાજ્ય હમેશાથી રહ્યું છે. ગુજરાતે ભારતને ત્રણ-ત્રણ પ્રધાનમંત્રી આપ્યા, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી. તેઓએ જણાવ્યું કે મહાત્માગાંધીજી જમીન થી જોડાયેલા વ્યક્તિ હતા. એમને પોતાની ભૂમિ અને ભાષા પર ગર્વ હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે ભારત એ ચીજ છે જેને ફકત સમજવું પર્યાપ્ત નથી. તેની અનુભૂતિ કરવી અને તેને જીવવું તેને ભારતીયતા કહે છે. સ્વામી રામતીર્થ કહેતા કે હું સંપૂર્ણ ભારત છું.

ભદ્રાયુ વચ્છરાજાની
ભદ્રાયુ વચ્છરાજાનીએ ‘ગાંધીજીમાંથી સંસ્કૃતિ બોધ’ એ વિષય પર ઉદ્બોધન કરતા જણાવ્યું કે સંસ્કૃતિની વાત આવી છે સંસ્કારની વાત આવી તે શાસ્ત પ્રામાણ્ણવાત આવી છે. સૌથી પહેલા રાજા રામમોહનરાયે વેદાંતસારના અનુવાદની પ્રસ્‍તાવના લખી અને એ પ્રસ્‍તાવનાની અંદર કહ્યું કે સંસ્કૃતિ અને બુધ્ધિ બંને નક્કી ડરેલા માર્ગે
ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તે ઉચિત છે. શાસ્ત્ર કહે તે સત્ય પણ શાસ્ત્રની સાથે બુધ્ધિને જોડવાનું કામ પહેલી વખત રાજારામમોહનરાયે ક્હયું. કેશવચંદ્રે કહ્યું કે કેવળ બુધ્ધિપ્રામાણ્ય નહીં ચાલે પણ વિજ્ઞાન પ્રમાણ્ણ પણ જરૂરી બનશે. એમણે એવી વાત કરી કે જો મારા ધર્મમતને લીધે વિજ્ઞાન નાશ પામતું હોય તો હં જીવનભર
હૃદયમાં સંઘરેલો ધર્મમત નાશ પામે તે સ્વીકારવા તૈયાર છું.

શાસ્ર્થી બૃધ્ધિ અને બૃધ્ધિથી વિજ્ઞાન. સ્વામી દયાનંદે આર્યસમાજની સ્થાપના કરી એમણે એવું કહ્યું કે વેદ શું કહે છે? એને માનીને આગળ જવાશે. રામકૃષ્ણ આવ્યા
એમણે ધર્મની એકતા પર ભાર મૂક્યો. ગાંધીજી પણ સતત એમ ડહેતા હતા કે બધા ધર્મોને ભેગા કરવાનું કામ આપણે કરવાનું છે. ગાંધીજીએ ગીતાનો અનુવાદ વાંચ એનાથી તેમણે ગીતા તરફ આકર્ષણ થયું. ત્યાર પછી તેમણે બુધ્ધ ચરિત્ર વાંચ્યું. એવું નથી કે ભારતીય પરંપરાના પુસ્તકોથી ગાંધીજીના સંસ્કાર ઘડાયા પર એમણે જે
સંસ્કૃતિનો પરિચય કરવો હતો તેમાં તેમણે વિદેશી બાબતોનો પણ કોઈ છોછ ન રાખ્યો.

હસિત મહેતા
હસિત મહેતાએ “સરદારમાંથી કર્તવ્યધબોધ’ એ વિષય પર વકતવ્ય આપતા જણાવ્યું કે સરદાર- એના માટે આંધળા ગાંધીભગત કહેવાયું છે. સરદાર આંખે પાટા બોધી જે જોઈ શકે તે આપણે નરી આંખે જોઈ શકતા નથી. સરદારનો કર્તવ્ય બોધ આજે પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો તેમના ફૂલ જેવા હૈયામાં પથરીલી તાકાત હતી.
તે તેમની પ્રામાણિકતા સમય પારખુપણાને લીધે હતી. ગાંધીજીનો આદર્શવાદ, નહેરુનો સમાજવાદ અને સરદારનો પોતાનો કર્મયોગ એ હમેશા સાથે પણ રહ્યા છે અને સામે પણ રહ્યા છે.

બપોરનું સત્ર
અમૃત ગંગર
બપોરના સત્રમાં અમૃત ગંગર અને દષ્ટિ પટેલે “ભારતીય પરિપ્રેક્યમાં સિનેમા’ એ વિષય પર મનોભાવોરજ કરતા જણાવ્યું કે સિનેમા એ ફકત એન્ટરટેઈનમેન્ટ નથી એ ચિતનું રેજન કરનારી કૃતિઓ પણ સિનેમામાં સર્જાય છે. આ મનોરંજનથી ચિતરંજન સુધી જવાની યાત્રા છે.

દષ્ટિ પટેલ
દષ્ટિ પટેલે જણાવ્યું કે સત્યજીત રેએ એવું કહ્યું સાહિત્યકાર પોતાની કલ્પનાથી પાત્રોને શબ્દોમાં ઉતારે છે દિગ્દર્શક પાસે કશું નથી એમણે વાસ્તવિકતા સર્જવી પડે છે. એ સેટ બનાવે છે, પાત્રોની પસંદગી કરે છે અને અભિનય દ્વારા જે જે સર્જે છે તેને આપણે અનુભવીએ છીએ. એ કપરું કામ છે. જ્યારે ભારત વિષે બીજા દેશની બહારના લોકો ફિલ્મ બનાવે એમાં ભારતીય પરિપ્રેક્ય કઇ રીતે આવે છે તેના પર કેટલી બધી ફિલ્મો બની છે.

જવાહર બક્ષી
જવાહર બક્ષીએ “નરસિહમાં અધ્યાત્મ’ એ વિષય પર વક્તવ્ય આપતા જણાવ્યું કે જે વિદ્રાનોએ સાધના કરી છે તે નરસિંહને થોડું પામ્યા છે. નરસિહને બહુ જલ્દી ભગવાન મળી ગયા કેમકે એમના પુણ્યજન્મનો ઉદય કરેલો એમણે કોઇ સાધના કરી હશે. એને બે જાતના સાક્ષાત્કાર થાય છે. એને શિવનો સાક્ષાત્કાર થાય છે અને
શિવ અને કૃષ્ણની રાસલીલાનો સાક્ષાત્કાર કરે છે. નરસિહ યોગી અને અવધૂતકક્ષાએ પહોંચેલો હતો. એની એક યોગની સાધના હતી. એ આવા જ આશ્રમમાં વેદવેદાંત કાવ્યશાસ્ર શીખેલા. કૃષ્ણની રાસલીલાનું દર્શન કરે છે. તેમણે નરસિહ મહેતાને નવી રીતે પ્રસ્‍તુત કર્યા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે