Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં નાર્કોટીકસ સ્નીફર ડોગની મદદ થી ચેકિંગ કરાયું:લેન્ડીંગ પોઈન્ટ,બોટો, જેટી વગેરે સ્થળે તપાસ હાથ ધરાઈ

પોરબંદર જીલ્લા માં ખાસ એન ડી પી એસ ડ્રાઈવ અંતર્ગત એસઓજી દ્વારા સ્નીફર ડોગ ની મદદ થી વિવિધ સ્થળો એ ચેકિંગ હાથ ધરાયું હતું.

સીઆઈડી ક્રાઈમ અને રેલ્વે ના પોલીસ મહાનિદેશક તરફથી સમગ્ર ગુજરાત રાજયમાં નશીલા પદાર્થોના થતા ઉપયોગને રોકવા એનડીપીએસ એકટ ૧૯૮૫ હેઠળના કેસો કરવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તાજેતરમાં વડોદરા તથા ભરૂચ જિલ્લામાં કેમીકલ ફેકટરીઓ માંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાથી તથા પોરબંદર, માંગરોળ, ગીરસોમનાથના દરિયા કિનારા વિસ્તાર માંથી બીનવારસુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાથી ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી.

આ સ્પેશ્યલ ડ્રાઇવ અંગે પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સેની દ્વારા અસરકારક કામગીરી કરવા સુચના અપાઈ હતી. જેથી એસઓજી ના ઇન્ચાર્જ પીએસઆઈ એચ.સી.ગોહિલ, એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમ બનાવી નાર્કોટીકસ નો જથ્થો પકડી પાડવા માટે વડોદરા ખાતેથી સોનુ નામનો નાર્કોટીક્સ સ્નીફર ડોગ તથા રાજકોટ ખાતેથી વિરાટ નામનો નાર્કોટીક્સ સ્નીફર ડોગ પોરબંદર ખાતે મંગાવી જીઆઇડીસી વિસ્તારના ચાલુ તથા બંધ હાલતના કારખાના, ગોડાઉન, તેમજ માધવપુર થી મીયાણી સુધીના દરિયા કિનારાના લેન્ડીંગ પોઇન્ટસ, જેટી, તેમજ માછીમારી કરવા આવતી જતો ફીશીંગ બોટો, એસ.ટી. બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, તેમજ નાર્કોટીકસના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓના રહેણાંક મકાને ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. જો કે આ ચેકીંગ કામગીરી દરમ્યાન કોઇ જગ્યાએ થી ડ્રગ્સ કે નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો ન હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે