મુળ પોરબંદરના નીલ લાખાણીની ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના પેનલ એડવોકેટ તરીકે નિમણુંક થઇ છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન ડાયરેકટર ટેકસ વિભાગમાં સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસીસ (સી.જી.એસ.ટી.) વિભાગમાં પેનલ એડવોકેટની નિયુકિતઓ જાહેર કરેલ છે.
ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગનાં પેનલ એડવોકેટ તરીકે મુળ પોરબંદર સાથે સબંધ ધરાવતાં યુવા એડવોકેટ નિલ પિયુષભાઈ લાખાણીની નિયુકિત કરવામાં આવેલ છે અને આ રીતે તેઓ ભારત સરકારના સી.જી.એસ.ટી. વિભાગનું ગુજરાત હાઈકોર્ટમાં પ્રતિનિધીત્વ કરશે.એડવોકેટ નીલ લાખાણીને લીમકા બુક તરફથી અગાઉ યંગેસ્ટ ફાઉન્ડર ઓફ લો ફર્મનો(કાનુની પેઢી શરૂ કરનાર નાનામાં નાની વયના વકીલ) તરીકેનો એવોર્ડ પ્રતિષ્ઠીત એવોર્ડ મળેલ છે,તે ઉપરાંત વર્ષ ૨૦૨૦-૨૧ માં જીનીયસ ઈન્ડીયન એચીવર્સ (સૌથી વધુ પ્રતિભાશાળી વકીલ) એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.
રઘુવંશી સમાજના આ પ્રતિભાશાળી યુવાનને તેમની સિદ્ધિ બદલ પોરબંદર લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા, માનદમંત્રી એડવોકેટ રાજેશભાઈ લાખાણી તથા તમામ ટ્રસ્ટીઓ તેમજ પિતા પિયુષ લાખાણી (પુર્વ એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન જજ), માતા એડવોકેટ રીટાબેન લાખાણી બહેન એડવોકેટ ધ્વનીબેન લાખાણી અને પત્ની એડવોકેટ ઊર્મિ લાખાણીએ શુભકામનાઓ અને અભિનંદન પાઠવેલ છે.