પોરબંદરમાં યુવાન સાથે 26,000 રૂપિયાની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ થઈ છે છેતરપિંડી કરનાર શખ્સે અનેક લોકો સાથે એટીએમ ખાતે આ રીતે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
પોરબંદરની બાબુ ગોલાય પાસે રહેતા અને શ્યામ ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા નીરજ અશોક મોઢાઉવ ૩૯)એ કિર્તીમંદિર પોલીસ મથક માં નોંધાવેલ ફરિયાદ મુજબ તેને છેલ્લા 13 વર્ષથી પેટની બીમારી હોવાથી તેની સારવાર અર્થે જામનગરની ખન્ના હોસ્પિટલમાં જવાનું હતું અને ત્યાં કેસલેસ વ્યવહાર થતો હોવાથી જરૂરિયાત મુજબના રૂપિયા બેંકમાં જમા કરાવવાનું થતું હતું પરંતુ મહિનાનો બીજો શનિવાર હોવાથી બેંક બંધ હોવાને લીધે ૨૬ હજાર રૂપિયા રોકડા લઈને તે ઘરેથી નીકળ્યો હતો અને ઠક્કર પ્લોટ એસબીઆઇ બેન્કના એટીએમ માં તેની પત્ની ઉર્વી ના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા ગયો હતો પરંતુ પૈસા જમા કરાવવાની પ્રોસેસ એટીએમમાં થઈ ન હતી.
એ દરમિયાન એક વ્યક્તિ એટીએમ માં પૈસા ઉપાડવા માટે આવ્યો હતો તેણે નીરજને એવું કહ્યું હતું કે તમારાથી પૈસા જમા ન થતા હોય તો મને રોકડા આપી દો. હું પૈસા ઉપાડવા આવ્યો છું હું તમારા બેન્ક એકાઉન્ટમાં એનઈએફટી દ્વારા ટ્રાન્સફર કરી દઈશ.તમારે એકાઉન્ટમાં બે કલાક પછી પૈસા જમા થઈ જશે તે કુછડી ગામનો સંજય હિતેશ ઓડેદરા હોવાનું જણાવ્યું હતું અને મોબાઈલ નંબર આપ્યા હતા.
ફરિયાદી નીરજને હોસ્પિટલે જવાનું મોડું થતું હતું તેથી સંજય ઉપર વિશ્વાસ આવી જતા સંજયને તેની પત્નીના બેંક એકાઉન્ટ નંબર આપ્યા હતા અને સંજય તેના મોબાઇલ ફોનમાં રહેલ એસ બી આઈ યોનો એપ્લિકેશન ની મદદથી 26000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો મેસેજ ફરિયાદીને બતાવ્યો હતો અને એવું જણાવ્યું હતું કે 26,000 જમા થઈ ગયા છે આથી સંજયને ફરિયાદીએ 26,000 રોકડા આપી દીધા હતા અને તે ઘરે જતો રહ્યો હતો અને ઘરે જઈને પત્નીને વાત કરી હતી.
ત્યારબાદ બે કલાક પછી સંજયનો નીરજ ને ફોન આવ્યો હતો કે તેણે બેંકના કસ્ટમર કેર માં વાત કરે છે આવતીકાલે સવાર સુધીમાં તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે ત્યાર પછી ફરિયાદીએ ગુગલ પે એપ્લિકેશનમાં પૈસા જમા થયા છે કે નહીં તેની ખાતરી કરતા જમા થયા ન હતા તેથી ફરિયાદી એ સંજયને તેના મોબાઈલમાં પૈસા ટ્રાન્સફર કર્યા તેનો સ્ક્રીનશોટ મોકલવા જણાવ્યું હતું તો તેણે સ્ક્રીનશોટ નથી સવારે પૈસા જમા થઈ જશે તેમ કહ્યું હતું આથી ફરિયાદીને તેના ઉપર શંકા જતા તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે સંજય પોરબંદર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ એટીએમ પાસે ઉભો રહે છે અને જે કોઈને એટીએમમાં પૈસા જમા કરાવવાના છે ઉપાડવાના હોય ત્યારે તેને વિશ્વાસમાં લઈને પોતાની મોબાઇલની એપ્લિકેશનની મદદથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય તેવો મેસેજ બતાવીને પૈસા પડાવે છે અને ઘણા લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું જણાવ્યું હતું તેથી સંજય હિતેશ ઓડેદરા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.