પોરબંદરમાં આવતીકાલે રવિવારે થેલેસેમીક બાળકો માટે થનગનાટ ગૃપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રકતદાન કરનારને નિઃશુલ્ક સીઝન પાસ અપાશે.
થનગનાટ ગ્રુપ ઓફ પોરબંદર આયોજીત મા આદ્યશક્તિનાં આરાધના પર્વની ૨૩ વર્ષની સફર બાદ પોરબંદરવાસીઓને આ વર્ષે દેશ-વિદેશની સફર કરેલા કલાકારોના કાફલાની સંગાથે રાસોત્સવનું આયોજન નવરાત્રી દરમીયાન તા. ૨૬-૯-૨૦૨૨ થી ૪-૧૦-૨૦૨૨ સુધી, શિવમ પ્લાયવુડ ગેઈટ, ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. ‘પોરબંદર ગૌરવ” ‘થનગનાટ’ ની કોઈ વિશેષ ઓળખ જ આપવાની ન હોય તેમ જણાવીને ઉમેરવામાં આવ્યું છે કે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અનેરા થનગનાટ સાથે ગીત સંગીતની રમઝટ અને ઉત્કૃષ્ટ રમતને અઢળક ઈનામોથી સરાહતું આયોજન જેમાં ટોપટેન જેન્ટસ, ટોપટેન લેડીઝ, ટોપટેન કીઝ બોયઝ, ટોપટેન કીડઝ ગર્લ્સ સાથે નવતર આકર્ષણ ખેલૈયાઓમાં અનેરો જોશ ભરશે એ વિશ્વાસ છે.
ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે થેલેસેમિયા પીડીત બાળકો માટે રક્તદાન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે. રકતદાતાઓને થનગનાટ તરફથી પ્રતિવર્ષની જેમ સીઝન પાસ આપવામાં આવશે. રકતદાન શિબિર તા. ૧૮/૯/૨૨ ને રવિવારે સવારે ૯ થી ૧ સુધી, આશા ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે કરવામાં આવ્યું છે. અને રકતદાતાઓએ નિઃશુલ્ક સીઝન પાસ અપાશે. રકતદાન કેમ્પનું ઉદઘાટન શ્યામભાઈ ધોકીયા અને કુંજનભાઈ જોગીયા કરશે. રકતદાતાઓને ઉપસ્થિત રહેવા થનગનાટ ગૃપ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.