Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરની આશા બ્લડ બેન્ક અને કમ્પોનન્ટ સેન્ટરમાં રકતદાનની અપીલ

ઉનાળાના આરંભે પોરબંદરની આશા બ્લડ બેન્ક અને કમ્પોનન્ટ સેન્ટર ખાતે રકતની અછત સર્જાય છે. તેથી રકતદાન કેમ્પ યોજવા અને રકતદાન કરવા અપીલ થઇ છે. રકત એ સૌથી કિંમતી ભેટ છે જે કોઇપણ એક વ્યક્તિ કે પછી ઘણા વ્યક્તિઓને અપાતી ભેટ છે જે છે-જીવનની ભેટ, તમારા રકતનું દાન કરવાનો નિર્ણય એ કોઇકનું જીવન બચાવી શકે છે અને જો તમારા લોહીને ઘટકોમાં વિભાજિત કરવામાં આવે તો તેના દ્વારા ઘણા બધા જીવન બચાવી શકાય છે. જેને ચોક્કસ પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ માટે વ્યક્તિગત રીતે ઉપયોગી કરી શકાય છે.

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે લોહી એ એક કાયમી જરૂરિયાત છે. દર મહિને બ્લડ બેન્ક એન્ડ કમ્પોનન્ટ સેન્ટર એ ૧૫૦ થી ૨૦૦ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી પૂરું પાડે છે. આશા બ્લડ બેન્ક થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને દત્તક લીધેલા છે. જેમને આશા બ્લડ બેન્ક છેલ્લા ૨૦ વર્ષથી ફ્રીમાં લોહી પૂરું પાડે છે. જે બદલ આશા બ્લડ બેન્ક દરેક રકતદાતાનો આભાર વ્યકત કરે છે કે અમે જે આટલું મોટું કાર્ય કરી શકીએ છીએ, જેમાં આપનો પણ ખૂબજ મહત્વનો તથા અમૂલ્ય ફાળો છે.

ફકત થેલેસેમિયા જ નહીં પરંતુ ઓકિસડન્ટ, ડિલિવરી, એનેમીયા, ડાચાલીસીસ, કેન્સર, દાઝી જવું જેવા કેસમાં દર મહિને ૫૦૦-૬૦૦ યુનિટ લોહી પૂરું પાડે છે, તથા આશા બ્લડ બેન્ક એ એક કમ્પોનન્ટ સેન્ટર છે. સો કિ.મી.ના વિસ્તારમાં આ એકમાત્ર કમ્પોનન્ટ સેન્ટર એટલે કે ઘટક કેન્દ્ર છે એટલે કે જ્યારે તમે એક યુનિટ લોહીનું દાન કરો છો ત્યારે તમે ત્રણ જિંદગી બચાવો છો. તમારા લોહીમાંથી છૂટું પડેલુ આર.સી.સી. એક થેલેસેમિયાગ્રસ્ત બાળકને નવી જિંદગી આપશે તથા પ્લાઝમા એક દાઝી ગયેલા કે પછી યકૃતને બીમારીથી પીડાતા વ્યક્તિ તમને મદદરૂપ થશે. તથા પ્લેટલેટ ડેન્ગ્યુથી પીડાતા કે પછી જે લોકોને અંદરૂની કે બાહ્ય રક્તસ્ત્રાવની સમસ્યાથી પીડાય છે. તેને મદદરૂપ થશે તો આમ જ્યારે તમે એક કમ્પોનન્ટ સેન્ટરમાં રકતદાન કરો છો ત્યારે તમે ઘણા લોકોનું જીવન બચાવો છો. એટલું જ નહીં આશા બ્લડ બેન્ક એ આઉટડોર કેમ્પ માટેની પરમીશન ધરાવતી સર્ટીફાઇડ સંસ્થા છે.

આથી સર્વે શહેરીજનોને આશા બ્લડ બેન્ક દ્વારા જણાવાયું છે કે વધુમાં વધુ આશા બ્લડબેન્ક એન્ડ કમ્પોનન્ટ સેન્ટરમાં રકતદાન કરે અને થેલેસેમિક બાળકો સહિત દર્દીઓના જીવનને બચાવવા માટે આગળ આવે તેવી દર્દભરી અપીલ કરવામાં આવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે