પોરબંદર જીલ્લા માં ૨ સ્થળો એ થી પોલીસે વિદેશી દારૂ ની ૯૧ બોટલ સહીત પોણા લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે.
દિલ્હી-સરાઇરોહલ્લા-પોરબંદર એકસપ્રેસ ટ્રેન પોરબંદર આવી ત્યારે એકસકોટીંગ પાર્ટીના એ.એસ.આઈ. વિનોદકુમાર તથા આરપીએફ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તેમના દ્વારા ટ્રેન માં તપાસ કરતા એક કોચમાં સીટ નીચેથી બીનવારસુ કાળા રંગની બેગ મળી આવી હતી. મુસાફરોને પુછપરછ કરતા આ બેગ કોઈની નહીં હોવાનું જણાતા પોરબંદર આઈ.પી.એફ. યશવંતકુમાર શર્મા તથા જી.આર.પી.ના હેડ કોન્સ્ટેબલ અમીતભાઇ પરબતભાઇ તથા હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરીને જાણ કરતા પોરબંદરના રેલ્વે પ્લેટફોર્મ ખાતે તપાસ કરતા બેગ માંથી અખબારમાં વીંટેલ વ્હાઇટ વોડકાની ૫૦ બોટલ (કીંમત રૂા. ૪૪૦૦) ની મળી આવતા કબ્જે લઇને આગળની કાર્યવાહી માટે જામનગર રેલ્વે પોલીસને મોકલી આપેલ છે. આ કામગીરીના આર.પી.એફ.ના પી.આઈ. યશવંતકુમાર શર્મા, એ.એસ.આઇ. વિનયકુમાર, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ, જી.આર.પી.ના હેડ કોન્સ્ટેબલ અમીતભાઇ પરબતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી રોકાયા હતા.
અન્ય એક બનાવ માં ઘેડ પંથક ના ગોરસર ગામ નજીક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે બાતમી ના આધારે એક કાર ને અટકાવી તલાશી લેતા કાર માંથી વિદેશી દારૂની રૂ ૧૬,૯૮૦ ની કિંમતની ૪૧ બોટલ મળી આવી હતી. આથી કારચાલકની પુછપરછ કરતા તે અગાઉ માણેક શાકમાર્કેટ સામે તથા હાલ બોખીરાના કે.કે.નગરમાં આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતો સુરેશ પાંચા સોલંકી(ઉવ ૪૪) હોવાનું જણાવ્યું હતુ. આથી પોલીસે ૫૦,૦૦૦ ની કાર,મોબાઈલ અને દારૂ મળી ૬૭,૪૮૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.