પોરબંદર ના આર્યકન્યા ગુરુકુળ ને પોતાના વયોવૃદ્ધ મહિલા કર્મચારીને ૮૭ હજાર નું વળતર ચુકવવા ગ્રેચ્યુટી કમિશ્નર દ્વારા હુકમ કરાયો છે.
પોરબંદરના આર્યકન્યા ગુરૂકુળમાં શાંતિકુટીરમાં રહેતા વયોવૃધ્ધ સ્ત્રી કર્મચારી મોંઘીબેન ઉકાભાઈ ડાકીને નિવૃત કર્યા બાદ તેણીના બાકી નિકળતા હકક-હિસ્સા ગુરૂકુળ સંસ્થાએ ન ચુકવતા તેણીએ નાછુટકે કાયદાનો સહારો લેવો પડ્યો હતો. અને વકીલ વિજયકુમાર પંડયા મારફત ગ્રેચ્યુઇટી કમિશ્નરને આ બાબતેની ધોરણસરની ફરીયાદ દાખલ કરી પોતાની મરણમુડી સમાન ગ્રેચ્યુઇટીની રકમ જે સંસ્થાએ અટકાવી હતી તેની માંગણી કરી હતી.
જે સામે સંસ્થાએ એવો બચાવ લીધો હતો કે વૃધ્ધા એ ગુરૂકુળનું કવાર્ટર ખાલી કર્યું ન હોવાથી ગ્રેચ્યુઇટી ચુકવી શકાય નહી પરંતુ એડવોકેટે જણાવ્યું હતું કે ખરી હકિકતે કવાર્ટર ખાલી ન કરવાથી હકક-હિસ્સા અટકાવી શકાય નહી તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ રહેલ છે. અને કવાર્ટર ખાલી કરવુ કે ન કરવું તે અંગે નિર્ણિત કરવાની સતા એકમાત્ર કોર્ટને રહેતી હોવાથી આ બાબતે ચેચ્યુઇટી ન અટકાવી શકાય તેવી દલીલો કરી હતી જેને ધ્યાને લઈ વર્ષ ૧૯૯૪ થી ૨૦૨૩ સુધી સળંગ ૩૦ વર્ષોની કાયમી ફરજોને ધ્યાને લઇ તેના હકક-હિતને નુકશાન પહોંચાડી ન શકાય તેથી આર્યકન્યા ગુરુકુળને મોંઘીબેનને. ૩૦ દિવસ માં રકમ ચુકવતા સુધીના ૧૦ ટકાના વ્યાજ સહિત રૂા. ૮૭,૦૦૦ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.