Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ખવાસ જ્ઞાતિની વાડીના અધ્યતન એસી હોલનું લોકાર્પણ કરાયું

સમસ્ત ખવાસ જ્ઞાતિ પોરબંદર-છાંયાની જ્ઞાતિની વંડીના અદ્યતન એસી હોલનુું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું ઉદ્‌ઘાટન મહા શિવરાત્રીના દિવસે મુખ્ય દાતા તેમજ જ્ઞાતિ ના પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યાં હતા.

પોરબંદર શહેરના રૂપાળીબા બાગ સામે આવેલી ખવાસ જ્ઞાતિની વાડીનું આધુનીકરણ કરવામાં આવ્યું છે. જ્ઞાતિની વાડીમાં બીજા માળે આવેલા દેસળદેવ હોલને એસી હોલ બનાવવામાં આવ્યો છે. આ માટે જ્ઞાતિના દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. અને ટુંકા ગાળામાં જ આ એસી હોલ તૈયાર કરવામાં આવ્યો હતો. મહા શિવરાત્રીના પર્વના દિવસે જ્ઞાતિની વાડીમાં આવેલા બિલનાથ મહાદેવને નૂતન ધ્વજારોહણ કર્યા બાદ સાંજે ૪ કલાકે એસી હોલનો ઉદ્‌ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં એસી હોલનું ઉદ્‌ઘાટન હીમાશુભાઈ એરડા તથા દુલ્હન હોલનું ઉદ્‌ઘાટન શારદાબેન પરમાર ના હસ્તે કરવામાં આવ્યું હતું.

તેમજ દાતાઓની તખતીનું અનાવરણ, જ્ઞાતિના પ્રમુખ વજુભાઈ એરડા તેમજ પૂર્વ પ્રમુખ પોપટભાઈ દેસારીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસી હોલ માટે અનુદાન આપનાર પ૦થી પણ વધુ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના સંત દેવુંભગતની છબી તેમજ સન્માનપત્ર આપીને દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શબ્દોથી સ્વાગત વિમલભાઈ એરડાએ કર્યુ હતું. ત્યારબાદ યુવા સંગઠનના દિનેશભાઈ પરમારને એસી હોલના નિર્માણ કાર્યને લઈને તેમજ એસી હોલના ભાડા સહિતની સંપુર્ણ વિગત જ્ઞાતિજનો સમક્ષ રજૂ કરી હતી.

આ પ્રસંગે જ્ઞાતિજનોને સંબોધતા પ્રમુખ વજુભાઈ એરડાએ એવું જણાવ્યું હતું કે જાે જ્ઞાતિ સંગઠીત થાય તો વિકાસના શિખરો સર કરી શકે. સમાજમાં સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે એટલા આગળ વધી ગયા છે. જ્ઞાતિના વડિલો, યુવાનો અને મહિલા સંગઠનના સહયોગથી જ્ઞાતિ ભવનના વિકાસની સાથે સાથે સમાજ પણ વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. સંત દેસળભગત અને દેવુભગતના સતત આશીર્વાદ જ્ઞાતિજનો ઉપર વરસી રહ્યાં છે. તો આ પ્રસંગે જ્ઞાતિના માર્ગદર્શક અને પૂર્વ પ્રમુખ પોપટભાઈ દેસારી એ જણાવ્યું હતું કે ખવાસ જ્ઞાતિ પણ સમયની સાથે તાલ મીલાવીને વિકાસ તરફ આગળ વધી રહી છે. આ પ્રસંગે ઓ એન મોઢા સ્કુલના પ્રમુખ રજનીભાઈ મોઢા અને ટ્રસ્ટી મનસુખભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહી અને ખવાસ જ્ઞાતિજનો ને આર્શીવાદ આપ્યા હતા આ કાર્યક્રમ બાદ બિલનાથ મહાદેવ મંંદિરે જ્ઞાતિજનો દ્વારા મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સચીનભાઈ એરડા એ કર્યુ હતુ.

યુકે સ્થિત યુવા દાતાએ જ્ઞાતિ પ્રેમ વ્યકત કર્યો
પોરબંદર સમસ્ત ખવાસ જ્ઞાતિના એસી હોલના કાર્ય માટે દાતાઓ એ ઉદારહાથે દાન આપ્યુ હતુ. તો મુળ પોરબંદરના હાલ યુકે સ્થિત ઓમકારભાઈ એન પરમારે જ્ઞાતિની વાડીમા સીસી ટીવી કેમારા માટે રૂ પ૦ હજારનુ અનુદાન આપ્યુ હતુ. ઓમકારભાઈ પરમાર જયારે પણ જ્ઞાતિને આર્થિક અનુદાન જરૂરીયાત હોય છે. ત્યારે ઉદાર હાથે દાન આપે છે દાતાઓના સન્માન સમારોહ દરમ્યાન ઓમકારભાઈ પરમારના જ્ઞાતિ પ્રેમને બિરદાવામા આવ્યો હતો.

જ્ઞાતિના મિડલ હોલ માટે અનુદાનની સરવાણી
પોરબંદર મા સમસ્ત ખવાસ જ્ઞાતીના વિકાસ માટે ની પહેલ સફળ રહી છે. એસી હોલના નિમાર્ણ માટે દાતાઓ એ ઉદાર હાથે દાન આપ્યુ હતુ. અને કાર્ય સફળતાપ પૂર્વક સંપન્ન થયુ હતુ. તો મીડલ હોલ ના રીનોેવેશન માટે જ્ઞાતિના ઉપપ્રમુખ હરેશભાઈ બક્ષીએ પ૧ હજારના અનુદાનની જાહેરાત કરી હતી. અને જ્ઞાતિજનોએ આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી આવકારી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે